નવી દિલ્લીઃ Huaweiએ એક સમયે પોતાના ફ્લેગશિપ ફોન દ્વારા સ્માર્ટફોન માર્કેટમાં પોતાની ઓળખ બનાવી હતી. પરંતુ અમેરિકી પ્રતિબંધોને કારણે તેની ચિપ સપ્લાયમાં કાપ મુકવામાં આવ્યો, જેના કારણે તેને મોટો ફટકો પડ્યો. જો કે હવે 2021માં તેના સ્માર્ટફોન ઉત્પાદનમાં 60 ટકાનો ઘટાડો કર્યા પછી, Huawei ઈલેક્ટ્રિક વાહન ઉદ્યોગમાં પ્રવેશવા માટે તૈયાર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીનની દિગ્ગજ ટેક્નોલોજી કંપનીએ હાલમાં જ ચીનમાં તેની બીજી ઈલેક્ટ્રિક કાર AIOT M5 Hybrid SUV લોન્ચ કરી છે. આ કાર વીજળી અને ઈંધણ બંને પર ચાલી શકે છે. આ કારમાં Huawei દ્વારા HarmonyOS નામની અનોખી ઓપરેટિંગ સિસ્ટમ વિકસાવવામાં આવી છે. આ સિસ્ટમ Huawei માટે એન્ડ્રોઈડ અને વિન્ડોઝના વિકલ્પ તરીકે કામ કરશે. તેની વિશેષતા એ છે કે આ સિસ્ટમ સ્માર્ટ કારની સાથે વિવિધ ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) ઉપકરણો અને ગેજેટ્સ સાથે જોડાઈ શકે છે.


ગ્રાહકનો ઉત્તમ પ્રતિસાદ-
આ કાર માટે પહેલા પાંચ દિવસમાં 6000થી વધુ બુકિંગ મળી ચુક્યા છે. AIOTની પ્રથમ લક્ઝરી સ્માર્ટ ઈલેક્ટ્રિક SUV M5 Huawei અને અન્ય ચીની બ્રાન્ડ Seres (Seres) દ્વારા વિકસાવવામાં આવી છે.


વેરિયન્ટ અને પાવર-
પાવર માટે, વેરિયન્ટના આધારે Aito M5ને એક કે બે ઈલેક્ટ્રિક મોટર્સ મળે છે. 204 HPના પાવર સાથે રીઅર-વ્હીલ ડ્રાઈવ વર્ઝન છે. જ્યારે 224 HPના પાવર આઉટપુટ સાથે 4-વ્હીલ ડ્રાઈવ ઓપ્શન ઉપલબ્ધ છે. 4-વ્હીલ ડ્રાઈવમાં 428 HPનું એકંદર પાવર આઉટપુટ જનરેટ કરવાની ક્ષમતા છે.


રેન્જ અને સ્પીડ-
Huawei Aito M5 પણ 1.5-લિટર ટર્બોચાર્જ્ડ 4-સિલિન્ડર એન્જીન દ્વારા સંચાલિત છે જે 125 hp જનરેટ કરે છે. જો કે તે 40 kWh બેટરી પેકને રિચાર્જ કરવા માટે માત્ર જનરેટર તરીકે કામ કરે છે. કંપનીનો દાવો છે કે SUV 1195 કિમીની એકંદર ડ્રાઈવિંગ રેન્જ આપે છે. કંપની એવો પણ દાવો કરે છે કે આ SUV માત્ર 4.4 સેકન્ડમાં 0થી 100 kmphની ઝડપ પકડી શકે છે.