નવી દિલ્હીઃ ભારતમાં ટેલેન્ટની કમી તો બિલકુલ નથી એ વાત સાવ સાચી છે. કારણ કે લોકો એવી એવી વસ્તુઓ બનાવતા હોય છે જેની કોઈ કલ્પના પણ કરી નથી હોતી. આવી જ એક કરામત ઉત્તરપ્રદેશના આઝમગઢમાં એક વ્યક્તિએ કરી છે. સલમાન નામના સુથારે નેનો કારને હેલિકોપ્ટપરમાં તબદીલ કરી. આ વિશે વધુ માહિતી આ અહેવાલમાં વાંચો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉત્તર પ્રદેશના આઝમગઢના સલમાન નામના એક સુથારે એક મોટું કારનામું કર્યું છે. તેણે નેનો કારને રસ્તા પર ચાલતા હેલિકોપ્ટરમાં તબદીલ કરી છે. સલમાને દાવો કર્યો છે કે તેમાં મુસાફરી કરનારાઓને હેલિકોપ્ટર જેવો અનુભવ થશે.


 



સલમાન નામના આ સુથારે જણાવ્યું કે તેને આ અનોખું હેલિકોપ્ટર બનાવવામાં 4 મહિના અને 3 લાખ રૂપિયાનો ખર્ચ થયો. તેણે એવું હેલિકોપ્ટર બનાવ્યું છે જે રસ્તા પર ચાલશે. આ અનોખું વાહન લોકોને એટલું પસંદ આવી રહ્યું છે કે લોકો તેને ખરીદવા માગે છે. તેણે વધુમાં જણાવ્યું કે આ હેલિકોપ્ટરને જોવા મોટી સંખ્યામાં લોકો આવે છે. 


સલમાનનું કહેવું છે કે જો સરકાર અને કંપનીઓ તેની મદદ કરે તો તે વધુ એર અને વોટર હેલિકોપ્ટર પણ બનાવી શકે છે. વધુમાં કહ્યું કે તે આ વિચારને આગળ લઈ જઈ શકે છે અને હજી વધુ અનોખા વાહનો બનાવી શકે છે.