નવી દિલ્લીઃ જો તમે ભારતમાં ઈલેક્ટ્રીક સુપરકારના સપના જોઈ રહ્યાં છો, તો તમારા માટે ખુશ ખબર છે. સુપરકાર ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીનો સૌથી મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. જો સુપરકારને ઈલેક્ટ્રીક વર્ઝનમાં લાવવામાં આવે છે., તો તેની માગ વધી જશે. મીન મેટલ મોટર્સ નામના ભારતીય સ્ટાર્ટઅપે દાવો કર્યો છે કે તેમણે ભારતની પહેલી ઈલેક્ટ્રીક સુપરકાર અઝાની બનાવવા માટે એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જબરદસ્ત સ્પીડ અને શાનદાર ડ્રાઈવિંગ રેન્જ:
કંપનીએ દાવો કર્યો છે કે Azaniની ટોપ સ્પીડ 350 કિલોમીટર પ્રતિ કલાક છે. આ સુપરકાર 2 સેકન્ડથી પણ ઓછા સમયમાં 0-100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે. આ સુપરકારમાં ઉપયોગમાં લેવાયેલી ઈલેક્ટ્રીક મોટર 1000bhpનો પાવર જનરેટ કરે છે. કાર નિર્માતાનો દાવો છે કે આ કારને એકવાર ફુલ ચાર્જ કરવા પર તે 700 કિલોમીટર સુધીની ડ્રાઈવિંગ રેન્જ આપે છે. મીન મેટલ મોટર્સે જણાવ્યું કે કંપનીની સ્થાપના 2012માં સાર્થક પોલે કરી હતી. અને આ બ્રાંડને 2014માં સામેલ કરવામાં આવી હતી. તેનું ઉદ્દેશ્ય ભારતની પહેલી અને એકમાત્ર પ્રોડક્શન હાઈ-પર્ફોર્મેન્સ ઈલેક્ટ્રીક સુપરકાર બનાવવાનો છે, જે ભવિષ્યની અત્યાધુનિક અને ટેક્નિકલ ઈનોવેશન સાથે આવશે.


લુક અને ડિઝાઈન:
Azani સુપરકાર McLarenની સુપરકારથી પ્રેરિત દેખાય છે. કારના ફ્રંટ પ્રોફાઈલ સંપૂર્ણ રીતે ઢંકાયેલી પેનલ અને મોટા સાઈડ વેન્ટ્સમાં ઈન્ચટીગ્રેટેડ શાર્પ LED હેડલેમ્પ્સ સાથે સ્લીક અને આક્રામક દેખાય છે. કારમાં સુંદર બોનેટ, ફ્લેયર્ડ વ્હીલ આર્ક, શોલ્ડર લાઈન, ઓલ બ્લેક કોકપિટ, એરોડાયનામિક ટેલ સેક્શન મળે છે. જે આ સુપરકારના લુકને વધુ આકર્ષક બનાવે છે. Azaniના પાછલા ભાગમાં ટેલ લાઈટના રૂપમાં એક સ્લીક LED સ્ટ્રીપ આપવામાં આવી છે.


કિંમત:
સ્ટાર્ટઅપનો દાવો છે કે તેઓ 2022ની બીજી 6 માસિકમાં કારનો પહેલો પ્રોટોટાઈપ લાવશે. આ સુપરકારની કિંમતની વાત કરવામાં આવે તો MMM Azaniની શરૂઆતી કિંમત 1.20 લાખ અમેરિકી ડોલરથી શરૂ થાય છે. એટલે કે 89 લાખ રૂપિયા. હવે વાસ્તવિક આંકડાના વાત કરીએ તો ભારતીય બજારમાં લોન્ચ થયા બાદ, MMM Azaniની કિંમત 1.5 કરોડ રૂપિયાને આસપાસ હશે.


કાર નિર્માતાએ દાવો કર્યો છે કે આ ઈલેક્ટ્રીક સુપરકાર માઈક્રો-પ્લાન્ટમાં બનાવાશે. જે પારંપરિક ઓટોમોબાઈલ નિર્માણ પ્લાંટની લાગતના 5મા ભાગતી પણ ઓછી હશે. આ રીતે બ્રાંડની પારંપરિક નિર્માણ પ્રક્રિયાની સરખામણીમાં કારોને બજારમાં લાવવામાં મદદ મળશે. સ્ટાર્ટઅપનો લક્ષ્ય 2030 સુધી 3 કરોડ 40 લાખ ઈલેક્ટ્રીક વ્હીકલ્સ સાથે 750 બિલિયન ડોલર મુલ્યથી વધુના માર્કેટ સેગમેન્ટમાં પોતાની પકડ બનાવવાની છે. કંપનીએ કહ્યું છે કે તેમની 22 સભ્યોની ટીમ આ સમયે UK, જર્મની અને અમેરિકાના પોતાના ટેક્નીકલ પાર્ટનર્સ સાથે અનુસંધાન અને વિકાસ, ડિઝાઈન, એરોડાઈનામિક્સ અને એન્જીનિયરિંગ પર કામ કરી રહી છે.