કન્ફર્મ થઈ ગઈ ડેટ! આ દિવસે લોન્ચ થશે દેશની પ્રથમ CNG બાઇક, મળી શકે છે શાનદાર ફીચર્સ
Bajaj CNG Bike Launch Date Confirm: દેશના રોડ પરિવહન મંત્રી નિતિન ગડકરીની હાજરીમાં દેશની પ્રથમ સીએનજી બાઇક લોન્ચ થશે. નોંધનીય છે કે કંપની લાંબા સમયથી આ સીએનજી બાઇક પર કામ કરી રહી છે અને હવે તેની લોન્ચિંગ ડેટ આવી ગઈ છે.
Bajaj CNG Bike Launch Date Confirm: દેશની દિગ્ગજ ટૂ અને થ્રી વ્હીલર મેન્યુફેક્ચરિંગ કંપની બજાજ ઓટોએ પ્રથમ સીએનજી બાઇકની લોન્ચ ડેટ કન્ફર્મ કરી દીધી છે. આગામી મહિનાના પ્રથમ સપ્તાહમાં બજાજ ઓટોની પ્રથમ સીએનજી બાઇક લોન્ચ થશે. બજાજ ઓટો પ્રથમ ઓટો કંપની છે, જે દેશની પ્રથમ સીએનજી બાઇક લોન્ચ કરવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે પરિવહન મંત્રી નિતિન ગડકરીની ઉપસ્થિતિમાં દેશની પ્રથમ સીએનજી બાઇક લોન્ચ થશે. નોંધનીય છે કે કંપની લાંબા સમયથી આ બાઇક પર કામ કરી રહી છે અને અંતે તેની લોન્ચિંગ ડેટ સામે આવી ગઈ છે. જુલાઈની શરૂઆતમાં બજાજ ઓટોએ પોતાની પ્રથમ સીએનજી બાઇક લાવશે.
આ દિવસે લોન્ચ થશે Bajaj CNG Bike
કંપની તરફથી કન્ફર્મ કરવામાં આવ્યું છે કે 5 જુલાઈ 2024ના કંપની પોતાની પ્રથમ સીએનજી બાઇક લોન્ચ કરશે. પરંતુ લોન્ચ પહેલા બાઇક વિશે વધુ જાણકારી નથી, પરંતુ કેટલાક વીડિયો અને ફોટો લીક દ્વારા જોવા મળ્યા છે. તેમ માનવામાં આવી રહ્યું છે કે બાઇકમાં ડુઅલ ફ્યુલ ટેન્ક જોવા મળી શકે છે. તેમાં પેટ્રોલ અને સીએનજી માટે અલગ-અલગ ટેન્ક હોઈ શકે છે.
આ પણ વાંચોઃ બાઇકની એવરેજ થઈ જશે 80 Kmpl! આજે જ મિકેનિક પાસે કરાવી લો આ સામાન્ય સેટિંગ્સ
બાઇક ચલાવવાના ખર્ચમાં થશે ઘટાડો
પરંતુ કંપની સીએનજી અને પેટ્રોલ ટેન્ક વચ્ચે શિફ્ટ ખુબ સીમલેસ રાખવાની છે. નોંધનીય છે કે કંપની તરફથી લોન્ચ થઈ રહેલી સીએનજી બાઇક દુનિયામાં ગેમ ચેન્જર બની શકે છે. તેમ માનવામાં આવી રહ્યું છે કે બાઇકનું નામ Bruzer હોઈ શકે છે.
100-150 સીસી સેગમેન્ટ પર ફોકસ
કંપનીનું કહેવું છે કે સીએનબી બાઇકને કારણે ઓનર્સ માટે રનિંગ કોસ્ટ 50 ટકા સુધી ઘટી શકે છે. નોંધનીય છે કે કંપની પહેલાથી સીએનજી થ્રીવ્હીલરનું ઉત્પાદન કરી રહી છે. પરંતુ પ્રથમવાર કંપનીએ સીએનજી બાઇક પર હાથ અજમાવ્યો છે. કંપની 100-150 સીસી સેગમેન્ટમાં કમ્યૂટર્સને ફોકસ કરશે.