નવી દિલ્હીઃ CNG Bike in India: ભારતમાં લોકો હવે સીએનજી વાહનો તરફ આકર્ષિત થઈ રહ્યાં છે. ઘણા લોકો સીએનજીથી ચાલતી ગાડીઓ લેવાનું પસંદ કરે છે. લગભગ દરેક કંપનીઓ લોકોની પસંદને જોતા સીએનજી ફિટેડ ગાડીઓ લઈને આવી રહી છે. તેનાથી લોકોના પેટ્રોલ, ડીઝલ પર ખર્ચ થનાર પૈસાની બચત થાય છે અને પોલ્યુશન પણ ઓછુ થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે ગાડીઓની સાથે-સાથે માર્કેટમાં સીએનજીથી ચાલનાર મોટરસાઇકલ પણ આવી રહી છે. બજાજ ઓટો દુનિયાની પ્રથમ સીએનજીથી ચાલનાર બાઈક લોન્ચ કરવા જઈ રહી છે. પહેલા આ બાઇક 2025માં લોન્ચ થવાની વાત હતી, પરંતુ હવે કંપની તેને જલ્દી લોન્ચ કરવાની તૈયારીમાં છે.


ક્યારે લોન્ચ થશે બાઇક?
કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર રાજીવ બજારે સીએનબીસી ટીવી 18ને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે સીએનજીથી ચાલનાર આ બાઇક વર્ષના બીજા ક્વાર્ટરમાં બજારમાં આવી શકે છે. તેમણે આગળ જણાવ્યું કે સીએનજીથી ચાલનાર બાઇક બનાવવા પાછળ બજાજ કંપનીનો ઈરાદો પેટ્રોલની વધતી કિંમતો અને પ્રદૂષણને ઘટાડવાનો છે. તેનાથી બાઇક ચલાવનારને ખુબ ઓછો ખર્ચ આવશે અને સાથે પ્રદૂષણ પણ ઓછું થશે. 


આ પણ વાંચોઃ Alto અને WagonR થી પણ વધુ માઇલેજ, કાર 80 રૂપિયામાં ચાલશે 35KM


50-65% સુધી ઓછો ખર્ચ!
બજાજનું કહેવું છે કે આ બાઇક તે રીતે બજારમાં પરિવર્તન લાવી શકે છે જેમ હીરો હોન્ડા લાવ્યું હતું. સીએનજી બાઇકથી પેટ્રોલનો ખર્ચ અડધો થઈ શકે છે. ટેસ્ટિંગમાં પણ આ બાઇક ખુબ સારી નિકળી છે. તેનાથી ન માત્ર પેટ્રોલનો ખર્ચ 
50-65% ઓછો થશે પરંતુ હવામાં પ્રદૂષણ પણ ઘટશે. સીએનજી બાઇકથી કાર્બન ડાઈઓક્સાઇડનું ઉત્સર્જન 50 ટકા ઓછું થશે. કાર્બન મોનોઓક્સાઇડનું ઉત્સર્જન 75 ટકા ઓછું થશે અને હાઇડ્રોકાર્બનનું ઉત્સર્જન 90 ટકા ઓછું થશે. પેટ્રોલની કિંમત સીએનજીથી વધુ હોય છે. 


કેવી દેખાશે બાઇક?
હજુ સુધી તે સ્પષ્ટ નથી કે બાઇક કેવી દેખાશે, પરંતુ બજાજનું કહેવું છે કે આ બાઇકમાં સૌથી ખાસ સીએનજી ટેક્નોલોજીને સુરક્ષિત રીતે લગાવવી પડશે. કંપનીએ હજુ તે જણાવ્યું નથી કે બાઇકના એન્જિનની ક્ષમતા શું હશે, પરંતુ તે જરૂર જણાવ્યું કે ભવિષ્યમાં એકથી વધુ સીએનજી બાઈક લાવી શકે છે.


આ સીએનજી બાઇક 100 સીસીથી 160 સીસી વચ્ચે હશે, જેથી મોટા ભાગના લોકો તેને ખરીદી શકે. બજાજ ઓટોનું કહેવું છે કે તે આ બાઇકથી વિશ્વભરના લોકો માટે એક સસ્તો અને પર્યાવરણને અનુકૂળ વિકલ્પ આપવા ઈચ્છે છે.