દ્વિચક્રી વાહન નિર્માતા કંપની બજાજ ઓટોએ મંગળવારે પ્લેટિના 100 કિક સ્ટાર્ટ (કેએસ)ને લોન્ચ કરવાની જાહેરાત કરી. બજાજ ઓટોએ પોતાની એંટ્રી-લેવલની મોટરસાઇકલની કિંમત 40,500 રૂપિયા (એક્સ શો રૂમ દિલ્હી) રાખી છે. નવી એડિશનને રજૂ કરવાના અવસરે કંપનીના મોટરસાઇકલ બિઝનેસ અધ્યક્ષ સારંગ કનાડેએ કહ્યું કે પ્લેટિના ચાલકને સારી એવરેજ આપે છે, ખૂબ જ આરામદાયક અનુભવ કરાવે છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેટ ટોપ બોક્સ બદલ્યા વિના બદલાઇ જશે કેબલ ઓપરેટર, જલદી શરૂ થશે આ નવી સર્વિસ


સારંગનું કહેવું છે કે પ્લેટિના ઓછી કિંમતમાં એક સારી મોટરસાઇકલ છે. નવી બજાજ પ્લેટિના ઇબોની બ્લેકમાં ભારતના બધા બજાજ ઓટો ડીલરશિપ પર સિલ્વર ડિકલ્સ અને કોકટેલ વાઇન રેડની સાથે ઉપલબ્ધ છે. 

Suzuki Access 125 કમ્બાઇંડ બ્રેકિંગ સિસ્ટમ સાથે થઇ લોન્ચ, જાણો શું છે કિંમત


કંપનીના અનુસાર પ્લેટિના 100 કેએસ પોતાની 'કમ્ફર ટેક' ટેક્નોલોજીના કારણે 20% ઓછો આંચકો આપે છે, જેમાં આગળ અને પાછળના સસ્પેંસન, રબરના ફૂટપેડ, ડાયરેક્શનલ ટાયર અને સ્પ્રિંગ સોફ્ટ સીટ મોટી ભૂમિકા ભજવે છે. ઇકોનોમિક ટાઇમ્સના સમાચાર અનુસાર તેમાં એક સ્ટાઇલિશ એલઇડી ડીઆરએલ હેડલેંપ અને આકર્ષક ગ્રાફિક્સ પણ છે.