બજાજ ઓટો (Bajaj Auto)ની નવી બાઇક 2019 Bajaj Dominar 400 લોન્ચિંગ માટે તૈયાર છે. કંપનીએ તેની બુકિંગ જાન્યુઆરીમાં શરૂ કરી દીધી હતી. Bajaj Dominar ની સાથે નવી Avenger નું એન્જીન BSVI સજ્જ હશે .તેમાં ABS (એન્ટી બ્રેકિંગ સિસ્ટમ) ફીચર્સ આપવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રશલેનના સમાચાર અનુસાર Bajaj Dominar પાવરફૂલ હાઇએન્ડ બાઇકોમાંથી 1 હશે.  તેની કિંમત 1.74 લાખ રૂપિયા એક્સ શોરૂમ છે. આ જૂની Bajaj Dominar થી 12 હજાર રૂપિયા મોંઘી હશે. Bajaj Dominar ને પહેલીવાર 2016માં ઉતારવામાં આવી હતી. 

નાણાકીય વર્ષના પ્રથમ દિવસે વધ્યા LPG સિલિન્ડરના ભાવ, જાણો નવા ભાવ


Bajaj Dominar માં 373 સીસી લિક્વિડ-કૂલ્ડ ફ્યૂલ-ઇંજેક્ટેડ એન્જીન લાગેલું છે. સિંગલ-સિલેંડર એન્જીન 35 બીએચપી પાવર અને 35 ન્યૂટન મીટરનો ટોર્ક જનરેટ કરે છે. Bajaj Dominar માં 6-પીડ ગિયરબોક્સ છે, જે સ્લીપર ક્લચ અને સ્ટાડર્ડની સાથે છે. Bajaj Dominar ની મેક્સિમમ સ્પીડ 148 પ્રતિ કલાક છે.


મોટરસાઇકલમાં ટ્વિન પોર્ટ એક્ઝોટ સિસ્ટમ પણ હશે, જે પહેલાંની તુલનામાં અલગ સાઉન્ડ પેદા કરશે. Bajaj Dominar 400 માં શાનદાર ગ્રાફિક્સ, આકર્ષક રંગ અને સ્પોર્ટી લુક આપવામાં આવ્યો છે. તેના એન્જીનમાં ડબલ ઓવરહેડ કેમ લેઆઉટ પણ છે. 

ઘટી શકે છે તમારો EMI, આરબીઆઇ ઘટાડી શકે છે રેપો રેટ


કંપની તેને 3 કલર ઓપ્શન-ગ્રીન, રેડ અને બ્લેકમાં લોન્ચ કરશે. ફ્રંટ અને રીયર બ્રેક સિંગલ ડિસ્કમાં છે. તેનો મુકાબલો Mahindra Mojo, BMW G310R, Honda CB300R, KTM Duke 250 થી સજ્જ હશે.