નવી દિલ્હી; અગ્રણી વાહન નિર્માતા કંપની બજાજ ઓટો (Bajaj Auto) એ આજે પોતાનું પ્રથમ ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરે દીધું છે. દિલ્હીમાં આયોજિત એક ઇવેન્ટ દરમિયાન કંપનીએ પોતાના ઇ-સ્કૂટરને લોન્ચ કર્યું છે. લોન્ચિંગ ઇવેન્ટ દરમિયાન કેંદ્વિય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરી અને નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાંત પણ હાજર રહ્યા. આ વખતે ચેતકના જૂના સ્કૂટર્સ ઘણી રીત આગળ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇંટીગ્રેટેડ બ્રેકિંગ સિસ્ટમથી સજ્જ
આ સ્કૂટરને બજાજએ અર્બનાઇટ સબ બ્રાંડ હેઠળ લોન્ચ કર્યું છે. આ વખતે બજાજ ચેતકમાં સેફ્ટીને અનુરૂપ ઇંટીગ્રેટેડ બ્રેકિંગ સિસ્ટમ (IBS) ની સાથે લોન્ચ કરવામાં આવી છે. સ્કૂટરમાં મોટું ડિજિટલ ઇંસ્ટુમેન્ટ પેનલ છે, જેમાં બેટરી રેન્જ, ઓડોમીટર અને ટ્રિપમીટરની જાણકારી મળશે. સ્માર્ટફોન અને ટર્ન-બાય-ટર્ન નેવિગેશન માટે આ ઇંસ્ટ્રુમેન્ટ પેનલ બ્યૂટૂથ કનેક્ટિવિટી પણ સપોર્ટ કરે છે. 


પ્રીમિયમ બ્રાંડ તરીકે સ્થાપિત થવાની આશા
સ્કૂટરની રેટ્રો ડિઝાઇન છે, તેમાં રાઉન્ડ હેન્ડલેમ્પ, કર્વ પેનલ, એલોય વ્હીલ અને સિંગલ સાઇટ સસ્પેંશનનું ફીચર પણ આપવામાં આવ્યું છે. કંપનીને આશા છે કે અર્બનાઇટ સ્કૂટર બજારમાં પ્રીમિયમ બ્રાન્ડ તરીકે સ્થાપિત થશે. લોન્ચિંગ દરમિયાન નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાંતે કહ્યું કે ભારતે આગામી સમયમાં ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર અને થ્રી-વ્હીલરમાં ગ્લોબન ચેમ્પિયન બનશે. 


25 સપ્ટેમ્બરથી શરૂ થશે પ્રોડક્શન 25 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવી શકે છે. સ્કૂટરમાં 12 ઇંચના એલોય વ્હીલ અને ટ્યૂબલેસ ટાયર આપવામાં આવ્યા છે. જેથી લાંબા સફર પર રાઇડરને પંચરની ચિંતા રહેશે નહી. અત્યારે લોન્ચ ઇવેન્ટ ચાલી રહી છે. સ્કૂટરના ફીચર અને કિંમત વિશે થોડીવારમાં જાહેરાત કરવામાં આવી શકે છે. ઓટો એક્સપોર્ટનું કહેવું છે કે સ્કૂટરની કિંમત 70 થી 80 હજાર રૂપિયા વચ્ચે થઇ શકે છે. 


2006માં બંધ કરી દીધું હતું સ્કૂટરનું પ્રોડક્શન
વર્ષ 2006માં રાહુલ બજાજના પુત્ર રાજીવ બજાજે કંપનીની કમાન સંભાળ્યા બાદ બજાજે સ્કૂટર નિર્માણને સંપૂર્ણપણે બંધ કરીને મોટરસાઇકલ પર ફોકસ શરૂ કર્યું હતું. રાજીવ બજાજનું માનવું હતું કે કંપનીને નવી પેઢી સાથે જોડીને માર્કેટને કનેક્ટ કરવી પડશે. પરંતુ તેના પિતા રાહુલ બજાજે તેમને સ્કૂટર બંધ ન કરવાની સલાહ આપી હતી.