નવી દિલ્હીઃ જો તમે પણ નવી  Bike કે પછી નવું Electric Scooter ખરીદવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો થોડી રાહ જુઓ. આગામી મહિને તમારા માટે એક નવી બાઇક અને એક નવું ઈલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ થવાનું છે. તમે લોકોને અત્યાર સુધી સીએનજી પંપ પર ગાડીઓને સીએનજી માટે લાઈનમાં જોઈ હશે, પરંતુ હવે સમય બદલવાનો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જલ્દી સીએનપી પંપ પર ગાડીઓની સાથે-સાથે CNG Bikes પણ લાઇનમાં લાગેલી જોવા મળશે. Bajaj CNG Bike સિવાય  BMW ના પ્રથમ ઈલેક્ટ્રિક સ્કૂટરની ધમાકેદાર એન્ટ્રી થવાની છે.


Bajaj CNG Motorcycle
બજાજ આગામી મહિને 5 જુલાઈએ દુનિયાની પ્રથમ સીએનજી બાઇક લોન્ચ કરશે. પરંતુ હજુ કંપનીએ આ બાઇકના નામને લઈને પુષ્ટિ કરી નથી, પરંતુ આશા છે કે આ બાઇકને કંપની 100-150 સીસી સેગમેન્ટમાં ગ્રાહકો માટે ઉતારશે.


બજાજ કંપનીની સીએનજી બાઇકમાં ડુઅલ ફ્યૂલ ટેન્ક (પેટ્રોલ અને સીએનજી) આપવામાં આવી શકે છે. ટીઝર્સને જોવાથી એક વાત સ્પષ્ટ છે કે બાઇકમાં સિંગલ ફ્લેટ સીટ આપવામાં આવશે.


આ સિવાય કંપનીનો દાવો છે કે બાઇક રનિંગ કોસ્ટને 50 ટકા સુધી ઘટાડશે. ઉદાહરણ માટે માની લો કે તમારી બાઇક જો એક લીટર ફ્યૂલમાં 50 કિમી સુધીનું માઇલેજ આપી રહી તો 100 કિલોમીટર જવા માટે તમારી બાઇક લગભગ 2 લીટર ફ્યૂલનો વપરાશ કરશે અને 2 લીટર ફ્યૂલની કિંમત લગભગ 200 રૂપિયા છે.


આ પણ વાંચોઃ 5.32 લાખ કિંમત... 26Km ની માઇલેજ! સૌથી સસ્તી 7-સીટર કાર


આ હિસાબે જુઓ તો બજાજની સીએનજી બાઇક રનિંગ કોસ્ટને જો 50 ટકા ઘટાડવામાં સક્ષમ હશે તો તે પ્રમાણે 100 કિલોમીટર ચલાવવા માટે ગ્રાહકોને 100 રૂપિયાનો ખર્ચ થશે.


BMW CE 04 Electric scooter
બીએમડબ્લ્યૂનું પ્રથમ ઈલેક્ટ્રિક સ્કૂટર ભારતમાં લોન્ચ થવાનું છે. આગામી મહિને આ સ્કૂટરને 24 જુલાઈએ લોન્ચ કરવામાં આવશે. અત્યાર સુધી સ્કૂટરની જે વિગતો સામે આવી છે તે પ્રમાણે આ સ્કૂટરની ટોપ સ્પીડ 120kmph હશે અને 2.6 સેકેન્ડમાં તે 0થી 50ની સ્પીડ પકડી લેશે.


એટલું જ નહીં એકવાર ફુલ ચાર્જમાં આ સ્કૂટર 129 કિલોમીટર સુધીની ડ્રાઇવિંગ રેન્જ ઓફર કરશે. ચાર્જિંગ ટાઇમની વાત કરીએ તો આ સ્કૂટરની બેટરી ફુલ ચાર્જ થવામાં 4 કલાક 20 મિનિટનો સમય લેશે. ફાસ્ટ ચાર્જરની મદદથી ફુલ ચાર્જમાં 1 કલાક 40 મિનિટનો સમય લાગશે.