નવી દિલ્હી: દેશની અગ્રણી ટૂ-વ્હીલર નિર્માતા કંપની બજાજ ઓટો (Bajaj Auto)એ પોતાની મનપસંદ બાઇક પલ્સરનું નવું વેરિએન્ટ લોન્ચ કરી દીધું છે. પલ્સરના નવા વેરિએન્ટના ગ્રાહકોને લાંબા સમયથી ઇંતઝાર હતો. નવા વેરિએન્ટને કંપનીએ 180 સીસીમાં લોન્ચ કર્યું છે. નવા વેરિએન્ટ પલ્સર 180 એફ (Pulsar 180F) છે, તેનો દિલ્હીમાં એક્સ શોરૂમ પ્રાઇઝ 87,450 રૂપિયા હશે. બજાજની વેબસાઇટ પર આ મોડલ પલ્સર 180 નિયોન (Pulsar 180 Neon) ના નામથી લિસ્ટેડ છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Xiaomi: દુનિયાના સૌથી સ્લીમ એન્ડ્રોઇડ TV થયું સસ્તું, આ છે નવી કિંમત 


પલ્સર 220F સાથે મળે છે ડિઝાઇન
અત્યારે આ વેરિએન્ટ ફક્ત ઓરેંજ કલરમાં જ ઉપલબ્ધ હશે. પલ્સર 180F ના ડિઝાઇનની વાત કરીએ તો આ પલ્સર 180 અને પલ્સર 220Fની માફક છે. બાઇકનો બેસ કલર મેટ ગ્રે છે. લોકો પર ઓરેંજ કલરની ફિનિશિંગ આપવામાં આવી છે. બાઇકના અલગ-અલગ ભાગમાં સાઇડ પેનલ, હેડ લેંપ અને એલોય વ્હીલ પર આ ફિનિશિંગ આપવામાં આવ્યું છે, જેથી બાઇકનો સ્પોર્ટી લુક લાગી રહ્યો છે. 

નવા અવતારમાં લોન્ચ થઇ Honda ની આ 4 બાઇક્સ, કિંમત 47110 રૂપિયાથી શરૂ


178.6 સીસીનું સિંગલ સિલેંડર એન્જીન
બજાજ પલ્સર 180F માં 178.6 સીસીનું સિંગલ સિલેંડર એર-કૂલ્ડ ફોર સ્ટ્રોક એન્જીન છે. આ એન્જીન 8,500 rpm પર 17.02 પીએસનો પાવર અને 6,500 rpm પર 14.22 ન્યૂટર મીટરનો ટોર્ક જનરેટ કરે છે. એન્જીનમાં 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ આપવામાં આવ્યું છે. બ્રેકિંગ પાવર 260 એમએમ ડિસ્ક બ્રેક સાથે ફ્રન્ટમાં અને 230 એમએમની ડિસ્ક બ્રેક રિયરમાં આપવામાં આવ્યું છે. 

ફરી ઘટ્યા સેમસંગના આ બજેટ સ્માર્ટફોનના ભાવ, હવે આટલામાં ખરીદો


કંપનીએ એબીએસ સિસ્ટમ આપવામાં આવી નથી
કંપની દ્વારા પલ્સર 180F માં એબીએસ સિસ્ટમ આપવામાં આવી નથી. જોકે બજાજના 125 સીસીથી ઉપરના અન્ય મોડલમાં એબીએસ આપવામાં આપવામાં આવી છે. સરકારે 1 એપ્રિલથી એબીએસને જરૂરી બનાવવામાં આવી છે. એવામાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે 31 માર્ચ બાદ આગામી મોડલમાં એબીએસને આપવામાં આવશે. એવામાં એબીએસથી સજ્જ મોડલની કિંમત કંઇક વધુ થઇ શકે છે. 

ઓછા ખર્ચે 1.5 ટનના AC જેવી ઠંડક આપશે કુલિંગ બેડ, રાષ્ટ્રપતિએ આપ્યો એવોર્ડ


બજાજે પલ્સર 180F માં 17 ઇંચનું એલોય વ્હીલ આપવામાં આવી છે. ફ્રંટમાં 90/90 સેક્શન ટાયર અને રિયરમાં 120/80 સેક્શન ટાયર આપવામાં આવ્યું છે. બાઇકની લંબાઇ 2035 એમએમ, ઉંચાઇ 115 એમએમ અને પહોળાઇ 765 એમએમ છે. બાઇકનું વજન 151 કિલોગ્રામ છે અને ગ્રાઉન્ડ ક્લીયરન્સ 165 એમએમ છે. બાઇકમાં 15 લીટરની ફ્યૂલ ટેંક આપવામાં આવી છે, જે લાંબા સફર પર ટેંશન ફ્રી રાઇડ આપશે.