2022 Bajaj Pulsar N160: નવી જનરેશન બજાજ પલ્સર N160 પહેલીવાર ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી હતી. નવી N160 સાથે ઘણા મોટા ફેરફાર જોવા મળવાનું અનુમાન છે અને આ બાઇક નવી ડિઝાઇન ઉપરાંત અપડેટેડ એન્જીન સાથે લોન્ચ કરવામાં આવી શકે છે. બિલકુલ નવી આ બાઇક નવી પ્લ્સર રેંજનો ભાગ હશે જેને પલ્સર 250વાળા પ્લેટફોર્મ પર બનાવવામાં આવી રહી છે. આ બાઇલ બજાજ ઓટો નવી જનરેશનવાળી પલ્સર રેંજ પર કામ કરી રહી છે જેને આગામી મહિનામાં લોન્ચ કરવામાં આવશે. નવી પલ્સર N160 કંપનીના લાઇન અપ N160 ની જગ્યા લઇ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અપડેટેડ એન્જીન મળવાનું અનુમાન
નવી બજાજ પલ્સર N160 ને તે જ ફ્રેમ આપી શકાય છે જે પલ્સર N250 માં મળ્યું છે, આ ઉપરાંત બાઇક સાથે અપડેટેડ 160 સીસી સિંગલ-સિલિંડર એન્જીન મળી શકે છે. જે 17 બીએચપી તાકાત અને 14.6 એનએમ પીક ટોર્ક બનાવે છે. ગત મોડલના મુકાબલે નવા પલ્સરનું એન્જીન વધુ દમદાર હશે. બાઇકના આગળના ભાગમાં ટેલિસ્કોપિક ફોર્ક્સ અને પાછળના ભાગમાં મોનોશોક સસ્પેંશન આપવામાં આવ્યા છે. બંને વ્હીલમાં ડિસ્ક બ્રેક્સ આપવાની સાથે જ કંપનીએ તેને સિંગલ-ચેનલ એબીએસથી સજ્જ કર્યું છે. 

ઇલેક્ટ્રિક અવતારમાં આવશે 'છોટા હાથી', માર્કેટમાં આવતાં જ છવાઇ જશે TATA Ace


નવી બજાજ પલ્સર N160 ને પૂણે નજીક ચાકનમાં ટેસ્ટિંગ કરતાં જોવા મળી છે જ્યાં કંપનીનો પ્રોડક્શન પ્લાન્ટ છે. બાઇકના હેડલ્પને પ્રોજેક્ટર લેન્સ અને એલઇડી ડીઆરએલ આપવામાં આવ્યા છે. તો બીજી તરફ ઇંડિકેટર્સમાં એલઇડીની જગ્યાએ બબ્લ આપવામાં આવ્યો છે. બે ભાગમાં વહેંચાયેલી સીટ, એલઇડી ટેલલાઇટ અને સ્પોર્ટ રાઇડિંગ પોશ્વર યુવા ગ્રાહકોને અનુરૂપ આપવામાં આવ્યા છે. બોડી પેનલ્સ, હેડલેમ્પ કાઉલ અને ટેલ સેક્શન જેવા સ્પેરપાર્ટની ડિઝાઇન N250 સાથે મેચ થાય છે. તમને જણાવી દઇએ કે બાઇકનો મુકાબલો TVS Apache RTR 160 4V, યામાહા FZ-S FI, હીરો એક્ટ્રીમ 160R જેવી બાઇક સાથે થશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube