Battlegrounds Mobile India : BGMI પ્રતિબંધ પછીથી પણ સતત ચર્ચામાં છે. ગત વર્ષે સરકારે ગોપનીયતા અને સુરક્ષાની વાતને લઈને બેટલગ્રાઉન્ડ મોબાઈલ ઇન્ડિયા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જે pubg મોબાઈલનું કસ્ટમાઈઝ વર્ઝન હતું. ઓનલાઇન મલ્ટિપ્લેયર બેટલ રોયલ માટે ભારત સૌથી મોટું બજાર હતું સાથે જ ઘોષણા કરવામાં આવી હતી કે તેમણે ભારતમાં 100 મિલિયન રજીસ્ટર્ડ યુઝર નો આંકડો પણ પાર કરી લીધો છે. તેવામાં હવે આ ગેમની વાપસી થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


OMG! Google આવા એકાઉન્ટ્સ કરી દેશે Delete, ચેક કરો તમે તો નથી કરીને આ ભુલ


મોબાઈલ ખોવાય કે ચોરી થાય તો નહીં થાય ટેન્શન, આ રીતે ફોન પર રાખી શકો છો નજર


આ Stove પર ગેસ અને વિજળી વિના બનશે રસોઈ, દર મહિને થશે 1100 રૂપિયાની બચત
 


આ અંગે જાણવા મળતી માહિતી અનુસાર ભારત સરકારે ત્રણ મહિના માટે દેશમાં BGMI પરથી પ્રતિબંધ હટાવવાનો નિર્ણય કર્યો છે. જોકે આ 90 દિવસ દરમિયાન ગેમ ઉપર ગહન તપાસ કરવામાં આવશે. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર મંત્રાલય ટૂંક સમયમાં જ ગુગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોરને આ અંગે અધિકારીક આદેશ આપશે.


 


પ્રતિબંધ હટાવ્યા પછી સરકારની નજર સતત BGMI પર રહેશે. એટલે કે તે સરકારની રડારમાં હશે અને ક્રાફ્ટનને પણ કેટલીક શરતો સાથે સહમત થવું પડશે. જો નિયમોનું પાલન નહીં થાય તો પ્રતિબંધ ફરીથી લાગી શકે છે. 


 


ગેમમાં ડેવલપર રક્તના રંગ બદલી અને હિંસક ગ્રાફિક્સ હટાવવા પડશે. તેના માટે પહેલા ગેમર્સ પાસે રંગ બદલવાનો વિકલ્પ હતો પરંતુ હવે તેમાં ડિફોલ્ટ સેટિંગ કરવામાં આવશે. જોકે ભારત સરકાર કે ક્રાફ્ટન તરફથી આ અંગે અથવા તો ગેમની વાપસી પર કોઈ જ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.