નવી પેટ્રોલ કાર માટેના 6 બેસ્ટ ઓપ્શન, કિંમત 6 લાખથી ઓછી, 25 KM સુધી મળે છે માઈલેજ
Best 6 Petrol Car Option: પેટ્રોલથી દોડતી કારોમાં ભારતમાં જો સૌથી વધુ લોકપ્રિય જોવા મળતી હોય તો તે છે મારુતિ સુઝૂકી, રનોલ્ટ અને ટાટા મોટર્સની કારો. આ યાદીમાં દેશની અત્યાર સુધીની સૌથી વધુ વેચાતી કાર મારુતિ સુઝૂકીની અલ્ટો K10 પણ સામેલ છે. અમે તમને એવી 6 કાર વિશે જણાવીશું જેની કિંમત 6 લાખથી ઓછી છે અને માઈલેજ પણ સારી છે.
જો તમે પણ નજીકના ભવિષ્યમાં અફોર્ડેબલ કિંમતવાળી નવી કાર ખરીદવાનું પ્લાનિંગ કરતા હોવ તો આ માહિતી કદાચ તમને કામ લાગી શકે. ગ્રાહકોની વચ્ચે આમ તો પેટ્રોલથી દોડતી કારની ડિમાન્ડ હંમેશથી જોવા મળી છે. પેટ્રોલથી દોડતી કારોમાં ભારતમાં જો સૌથી વધુ લોકપ્રિય જોવા મળતી હોય તો તે છે મારુતિ સુઝૂકી, રનોલ્ટ અને ટાટા મોટર્સની કારો. આ યાદીમાં દેશની અત્યાર સુધીની સૌથી વધુ વેચાતી કાર મારુતિ સુઝૂકીની અલ્ટો K10 પણ સામેલ છે. અમે તમને એવી 6 કાર વિશે જણાવીશું જેની કિંમત 6 લાખથી ઓછી છે અને માઈલેજ પણ સારી છે.
Maruti Suzuki Alto K10
મારુતિ સુઝૂકી અલ્ટો કે10 એ ભારતની અત્યાર સુધીની સૌથી વધુ વેચાયેલી કાર છે. અત્રે જણાવવાનું કે કંપની મારુતિ સુઝૂકી અલ્ટો કે10માં 24.39 કિમી પ્રતિ લીટર સુધીની એવરેજ આવતી હોવાનો દાવો કરે છે. મારુતિ સુઝૂકી અલ્ટો કે10ની શરૂઆતની એક્સ શોરૂમ કિંમત 3.99 લાખ રૂપિયા છે.
Maruti Suzuki S-Presso
મારુતિ સુઝૂકીની જ એસ-પ્રેસો દેશની સાથે સાથે કંપનીની પણ સૌથી વધુ વેચાતી કારોમાંથી એક છે. કંપની એસ-પ્રેસોમાં 24.12 કિમી પ્રતિ લીટર સુધીની એવરેજ આવતી હોવાનો દાવો કરે છે. અત્રે જણાવવાનું કે ભારતમાં મારુતિ સુઝૂકી એસ-પ્રેસોની શરૂઆતની એક્સ શોરૂમ કિંમત 4.26 લાખ રૂપિયા છે.
Renault Kwid
ભારતીય ગ્રાહકો વચ્ચે રેનોલ્ટ ક્વિડ એન્ટ્રી લેવલની સૌથી લોકપ્રિય કાર હેચબેક કારોમાંથી એક છે. અત્રે જણાવવાનું કે કંપની રેનોલ્ટ ક્વિડમાં 21.7 કિમી પ્રતિ લીટર માઈલેજ આવતી હોવાનો દાવો કરે છે. રેનોલ્ટ ક્વિડની શરૂઆતની એક્સ શોરૂમ કિંમત 4.69 લાખ રૂપિયા છે.
Maruti Suzuki Celerio
મારુતિ સુઝૂકીની સિલેરિયો પણ કંપનીની લોકપ્રિય કારોમાંથી એક છે. કંપની મારુતિ સુઝૂકી સિલેરિયોમાં 25.24 કિમી પ્રતિ લીટર સુધી માઈલજ આવતી હોવાનો દાવો કરે છે. અત્રે જણાવવાનું કે મારુતિ સુઝૂકી સેલેરિયોની શરૂઆતની એક્સ શોરૂમ કિમત 5.36 લાખ રૂપિયા છે.
Maruti Suzuki Wagon R
મારુતિ સુઝૂકી વેગનઆર છેલ્લા કેટલાક વર્ષોમાં કંપનીની સૌથી વધુ વેચાતી કારોમાંથી એક રહી છે. કંપની મારુતિ સુઝૂકી વેગનઆરમાં 24.35 કિલોમીટર પ્રતિ લીટર સુધીની માઈલેજનો દાવો કરે છે. ભારતીય બજારમાં મારુતિ સુઝૂકી વેગનઆરની શરૂઆતની એક્સ શોરૂમ કિંમત 5.54 લાખ રૂપિયા છે.
Tata Tiago
ટાટા ટિયાગો ભારતમાં વેચાતી સૌથી સુરક્ષિત હેચબેક કારોમાંથી એક છે. કંપની ટાટા ટિયાગોમાં 19.01 કિમી પ્રતિ લીટર સુધીની માઈલેજનો દાવો કરે છે. ભારતીય બજારમાં ટાટા ટિયાગોની શરૂઆતની એક્સ શોરૂમ કિમત 5.64 લાખ રૂપિયા છે.