નવી દિલ્હીઃ આજે માર્કેટમાં અલગ-અલગ ડિઝાઇન, કેમેરા ક્વોલિટી અને અનેક ફીચર્સથી લેસ સ્માર્ટફોન ઉપલબ્ધ છે. જો તમે પણ સ્માર્ટફોન લેવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો તો તમારે ડિઝાઇન અને કેમેરા ક્વોલિટી સાથે  5G સ્માર્ટફોન ખરીદવા જોઈએ. સારા ફીચર્સની સાથે સાથે બજેટ ફ્રેન્ડલી સ્માર્ટફોન શોધવા ખુબ મુશ્કેલ કામ છે. આજે અમે તમને એવા સ્માર્ટફોન વિશે જણાવી રહ્યાં છીએ જે શાનદાર કેમેરાની સાથે 5જી ફીચર્સથી પણ લેસ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. iQOO Z6 Lite 5G
આઈક્યૂના આ ફોનને તમે 12,999 રૂપિયામાં એમેઝોનથી ખરીદી શકો છો. આઈક્યૂના આ ફોનમાં 6GB રેમ અને 128GB નું સ્ટોરેજ મળે છે. સાથે ફોન એન્ડ્રોયડ 12 બેસ્ડ Funtouch OS 12 પર રન કરે છે. iQOO Z6 Lite 5G में FHD+ ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનો રિફ્રેશ રેટ 120HZ છે. તો પાવર આપવા માટે ફોનમાં 5000mAh ની દમદાર બેટરી આપવામાં આવી છે. 


આ પણ વાંચોઃ મોબાઈલનો ઉપયોગ કરો છો તો જાણી લેજો નવા નિયમો, જવું પડશે જેલ અને થશે 10 લાખનો દંડ


2. Redmi 12 5G
જ્યારે સસ્તા સ્માર્ટફોન બનાવવાની વાત આવે તો રેડમી પણ વિશ્વસનીય સ્માર્ટફોન કંપનીઓમાંથી એક છે. માત્ર 13499 રૂપિયામાં રેડમીનો 5જી ફોન બેસ્ટ છે. તેમાં 256 જીબી સ્ટોરેજની સાથે 8જીબી રેમનો પણ વિકલ્પ મળે છે. સાથે તમને દમદાર કેમેરો પણ મળશે. 


3. Tecno Pova 5 pro 5g
14999 રૂપિયાની કિંમતવાળો આ 5જી સંચાલિત મીડિયાટેક ડાઇમેન્શન 6080 પ્રોસેસરથી લેસ છે. પોવા 5 પ્રોમાં 68W ફાસ્ટ ચાર્જિંગની સાથે 5000mAh ની મોટી બેટરી છે. સ્માર્ટફોનમાં 8GB RAM અને 256GB ઇનબિલ્ટ સ્ટોરેજ છે. આ સાથે તેમાં 50MP Al ડ્યુઅલ રિયર કેમેરાની સાથે  8MP નો ફ્રંટ કેમેરો મળે છે. 


આ પણ વાંચોઃ Year Ender 2023: આ છે 2023 ના બેસ્ટ કેમેરા ફોન, કિંમત ફક્ત 30,000 રૂપિયા


4. Lava Blaze 5G
લાવાનો આ 5જી ફોન ઈ-કોમર્સ સાઇટ એમેઝોનથી માત્ર 9299 રૂપિયામાં ખરીદી શકાય છે. Lava Blaze 5G માં 50MP નો AI ત્રિપલ કેમેરો, 4GB RAM અને 128GB નું સ્ટોરેજ મળી રહ્યું છે. આ ફોનમાં 6.5 ઇંચની HD+ ડિસ્પ્લે છે, જે  90HZ નો રિફ્રેશ રેટ આપે છે. જો પાવરની વાત કરીએ તો ફોનમાં  5000mAh ની દમદાર બેટરી મળશે. 


5. Samsung Galaxy F14 5G 
સેમસંગના આ ફોનની કિંમત 12620 રૂપિયા છે. આ ફોનમાં 6.5 ઇંચની FHD+ ડિસ્પ્લે મળે છે અને આ ફોન ઇન હાઇસ ડેવલોપ કરાયેલી Exynos 1330 ચિપસેટની સાથે આવે છે. Samsung Galaxy F 14 5G માં 50MP નો ડ્યૂલ રિયર કેમેરો અને 13 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો મળે છે. આ ફોનમાં પાવર આપવા માટે 6000mAh ની બેટરી આપવામાં આવી છે. આ સાથે કંપની તરફથી 2 વર્ષની OS અપડેટ અને 4 વર્ષની સિક્યોરિટી વોરંટી આપવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube