Best Selling Cars: જો તમે કાર ખરીદવા માટે બચત કરી હોય અને તમારું બજેટ 12 લાખ સુધીનું છે તો આજે તમને જણાવીએ કે આ બજેટમાં તમને કઈ કઈ કંપનીમાં બેસ્ટ કાર ઓપ્શન મળે છે. આ કાર 12 લાખ સુધીના બજેટ માટે બેસ્ટ છે અને લોકપ્રિય પણ છે. ચાલો તમને જણાવીએ કઈ કઈ કાર માર્કેટમાં ધૂમ મચાવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટોયોટા હાઈરાઈડર


આ કાર બે પેટ્રોલ પાવરટ્રેન વિકલ્પમાં આવે છે. જેમાં 5 સ્પીડ મેન્યુઅલ, 6 સ્પીડ ઓટોમેટિક ટ્રાંસમિશન વિકલ્પ ઉપલબ્ધ છે. તેમાં સીએનજી ઓપ્શન પણ મળે છે. તેની કિંમત 10.73 લાખથી શરુ થાય છે.


આ પણ વાંચો:


Jio એ લોન્ચ કર્યા 5 ધાંસુ રીચાર્જ પ્લાન, વેલિડિટી, 2 જીબી ડેટા સાથે મળશે ઘણું બધું


5 મિનિટમાં ફુલચાર્જ, Realme નો આ સ્માર્ટફોન છે ભુક્કા બોલાવે એવો, જાણો ફીચર્સ વિશે


Tata Punch ને ટક્કર મારશે આ સસ્તી SUV કાર, માત્ર 11,000માં થઈ રહ્યું છે ધડાધડ બુકિંગ


હુંડઈ વેન્યૂ


આ કાર ત્રણ એન્જીન વિકલ્પ સાથે આવે છે. તેમાં પેટ્રોલ એન્જીન સાથે 5 સ્પીડ મેનુઅલ ટ્રાંસમિશન, એક લીટર ટર્બો પેટ્રોલ એન્જીન સાથે 6 સ્પીડ આઈએમટી અથવા 7 સ્પીડ ડીસીટી અને અપગ્રેડેડ ડિઝલ એન્જીન સાથે 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાંસમિશનનો વિકલ્પ મળે છે. તેની એક્સ શોરુમ કિંમત 7.72 લાખ રુપિયા છે.


મારુતિ બ્રેઝા


આ કારમાં 1.5 લીટર પેટ્રોલ એન્જીન મળે છે. સાથે જ 6 સ્પીડ ઓટોમેટિક ટ્રાંસમિશન વિકલ્પ મળે છે. તેમાં સીએનજી વર્ઝન પણ મળે છે. તેની શરુઆતી કિંમત એક્સ શોરુમ 8.19 લાખ રુપિયા છે. 


ટાટા નેક્સન


દેશની સૌથી લોકપ્રિય કારમાંથી એક ટાટા નેકસન બે એન્જીન વિકલ્પ સાથે આવે છે. બંને એન્જીન સાથે 6 સ્પીડ મેનુઅલ ટ્રાંસમિશન કે 6 સ્પીડ એએમટીનો વિકલ્પ મળે છે. કારની શરુઆતી કિંમત 7.80 લાખ છે. 


મારુતિ સિયાઝ


આરામદાયક અને લાંબી મુસાફરી માટે આ કાર બેસ્ટ છે. આ કાર 5 સ્પીડ મેનુઅલ અથવા તો 4 સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ટ્રાંસમિશન વિકલ્પ સાથે મળે છે. તેની કિંમત એક્સ શો રુમ 9.30 લાખ છે.