નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવના લીધે આમ આદમીના ખિસ્સા પર બોજો વધી ગયો છે. એવામાં કાર ઓનર્સ માટે મોંઘી કારને મેનેજ કરવી અને વધુ મુશ્કેલ બની ગઇ છે. આ દરમિયાન દેશમાં ઝડપથી ઇલેક્ટ્રિક વ્હિકલનું ચલણ વધવાનું છે સાથે જ કંપનીઓનો શાનદાર લુક અને સારી રેંજવાળી કારો (Best Electric Car) ને માર્કેટમાં લઇને આવી રહી છે. અમે કેટલીક કાર્સ વિશે જણાવીશું જે પોતાની રેંજ માટે જાણિતી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોઇ ઇલેટ્રિક કારની રેંજ (Best Driving Range) થી મતલબ છે કે તે ફૂલ ચાર્જ થયા બાદ કેટલા કિલોમીટર સુધી સફર તય કરી શકે છે. આ ઠીક તે પ્રકારે છે જેમ કે એક લીટર પેટ્રોલમાં કારના અંતર કાપવાને તેની માઇલેજ કહેવામાં આવે છે. તો તમને તે ઇલેક્ટ્રિક કારો વિશે જણાવીએ જેની રેંજ 300 કિમીથી વધુ છે. 


હ્યુંડાઇ કોના
આ લિસ્ટમાં સૌથી પહેલું નામ હ્યુંડાઇ કોના (Hyundai Kona) નું છે જોકે ભારતીય બજારમાં એન્ટ્રી લેનાર પહેલી કાર હતી. કોનાને જુલાઇ 2019 માં ઉતારવામાં આવી હતી. કંપનીના અનુસાર ફૂલ ચાર્જ થયા બાદ આ કાર 450 કિમીથી વધુનું અંતર કાપી શકે છે. એટલું જ નહી ખાસ વાત એ છે કે આ કારને ચાર્જ થવામાં ફક્ત 30 મિનિટનો સમય લાગે છે. હ્યુંડાઇ કોના બે ઇલેક્ટ્રિક વેરિએન્ટમાં આવે છે. 
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube