નવી દિલ્હીઃ જો તમે પરિવારના બધા સભ્યો માટે અલગ-અલગ રિચાર્જ કરાવી રહ્યાં છો અને આ કામ મુશ્કેલ લાગે છે, તો હવે ચિંતા ન કરો. આજે અમે તમારા માટે એવા પ્લાન્સ વિશે જણાવવા જઈ રહ્યાં છીએ જેમાં પરિવાર માટે તમારે માત્ર એક રિચાર્જ કરાવવું પડશે. આ સત્ય છે જ્યારે માત્ર એક રિચાર્જમાં પરિવારને ડેટા અને કોલિંગની સુવિધા મળશે. હકીકતમાં ટેલીકોમ કંપનીઓ પરિવાર માટે પોસ્ટપેડ પ્લાન રજૂ કરે છે, જે તમારી જરૂરીયાતને પૂરી કરે છે. ટેલીકોમ કંપનીઓ દ્વારા રજૂ કરાતા પોસ્ટપેડ પ્લાન અલગ-અલગ પ્રાઇઝ રેન્જમાં હોય છે. તમે તમારી જરૂરીયાત પ્રમાણે વીઆઈ, એરટેલ અને જિયોના પ્લાનની પસંદગી કરી શકો છો. આ હાઈ-એન્ડ પેકમાં ગ્રાહકોને વધુ કનેક્શનથી લઈને ઓટીટી બેનિફિટ્સ મળે છે. નીચે જુઓ લિસ્ટ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. વોડાફોન આઈડિયા રેડએક્સ પ્લાન
વોડાફોન-આઈડિયા કે વીઆઈ અલગ-અલગ યૂઝર્સ અને પરિવારો માટે અલગ-અલગ પોસ્ટપેડ પ્લાન ઓફર કરે છે. ફેમિલી યૂઝર્સ માટે વીઆઈનો સૌથી હાઈ-એન્ડ પ્લાન 2229 રૂપિયાનો આવે છે અને આ એક રેડએક્સ પ્લાન છે. વીઆઈના રેડએક્સ પ્લાન ઘણા ઓટીટી સબ્સક્રિપ્શન સહિત અનેક લાભ સાથે આવે છે. આ પ્લાન પરિવારના પાંચ સભ્યો માટે કનેક્ટિવિટી પ્રદાન કરે છે અને પ્લાનના પ્રાઇમરી અને સેકેન્ડરી કનેક્શન બંને માટે અનલિમિટેડ વોયસ કોલની સાથે દર મહિને 3000 એસએમએસની સાથે અનલિમિટેડ ડેટા પ્રદાન કરવામાં આવે છે. 


જ્યાં સુધી RedX પ્લાનના બેનિફિટ્સની વાત કરીએ તો યૂઝર્સને કોઈ વધારાના ચાર્જ વગર ટીવી અને મોબાઇલ પર નેટફ્લિક્સનું એક વર્ષનું સબ્સક્રિપ્શન મળે છે. આ પ્લાન 1499 રૂપિયાના એમેઝોન પ્રાઇમના એક વર્ષના સબ્સક્રિપ્શનની સાથે 499 રૂપિયાના એક વર્ષના ડિઝ્ની+હોટસ્ટાર મોબાઇલ સબ્સક્રિપ્શન સાથે આપે છે. આ સિવાય રેડએક્સ પ્લાન આંતરરાષ્ટ્રીય અને ઘરેલૂ એરપોર્ટના લાઉન્ઝ સુધી પહોંચ પ્રદાન કરે છે. 


આ પણ વાંચો- Jio Plan: માત્ર 899 રૂપિયામાં 336 દિવસની વેલિડિટી, સાથે મળશે ડેટા અને કોલિંગનો ફાયદો


2. એરટેલ પ્રીમિયમ ફેમેલી પોસ્ટપેડ પ્લાન
એરટેલ કેટલાક ફેમેલી પોસ્ટપેડ પ્લાન પણ રજૂ કરે છે અને ટેલ્કોની સૌથી હાઈ-એન્ડ પ્લાન ફેમેલી ઇન્ફિનિટી પ્લાન 1599નો છે. એરટેલ 1599 રૂપિયાના પ્રાઇઝ ટેગની સાથે પોસ્ટપેડ પ્લાન રજૂ કરે છે જે  200GB સુધી રોલઓવરની સાથે 500GB માસિક ડેટા, અનલિમિટેડ કોલ અને દરરોજ 100 એસએમએસ આપે છે. આ પ્લાન 200 આઈએસડી મિનિટ અને આઈઆર પેક પર 10 ટકાની છૂટ પ્રદાન કરે છે. આ પ્લાન લેવા પર યૂઝર્સને 1 રેગુલર સિમની સાથે પરિવારના સભ્યો માટે 1 ફ્રી એડ ઓન રેગુલર વોયસ કનેક્શન મળે છે. આ સિવાય યૂઝર્સને એરટેલ થેંક્સ પ્લેટિનમ રિવોર્ડ પણ મળે છે, જેમાં કોઈ ચાર્જ વગર એમેઝોન પ્રાઇમ, ડિઝ્ની+હોટસ્ટારની એક વર્ષની મેમ્બરશિપ મળે છે. 


3. જિયો હાઈ-એન્ડ ફેમેલી પોસ્ટપેડ પ્લાન
જિયો વ્યક્તિગત અને એમેલી બંને યૂઝર્સ માટે ઘણા પોસ્ટપેડ પ્લાન રજૂ કરે છે. ટેલ્કોનો સૌથી મોંઘો ફેમેલી પોસ્ટપેડ પ્લાન 999 રૂપિયાની કિંમત પર આવે છે. જિયો પોતાના 999 રૂપિયાના પ્લાનની સાથે ત્રણ વધારાના સિમ પ્રદાન કરે છે. પ્લાન કુલ 200 જીબી ડેટા સાથે આવે છે અને 500 જીબી ડેટા રોલઓવરની મંજૂરી આપે છે. 200GB ડેટા પૂરો થયા બાદ યૂઝર્સે 1 જીબી માટે 10 રૂપિયાનો ચાર્જ ચુકવવો પડશે. આ પ્લાનમાં અનલિમિટેડ કોલ અને દરરોજ 100 એસએમએસ મળે છે. આ સિવાય જિયોના 999 રૂપિયાના પ્લાનમાં નેટફ્લિક્સ, એક વર્ષ માટે એમેઝોન પ્રાઇમ, ડિઝ્ની+હોટસ્ટાર સહિત અન્ય ઓટીટી પ્લેટફોર્મનું સબ્સક્રિપ્શન મળે છે.


આ પણ વાંચોઃ ધુમાડાની જગ્યાએ સાયલન્સરમાંથી પાણી કેમ છોડે છે ટોયોટા મિરાઈ? જાણો રોચક વાતો


4. બીએસએનએલ પ્રીમિયમ ફેમેલી પોસ્ટપેડ પ્લાન
બીએસએનએલનો ટોપ-એન્ડ ફેમેલી પોસ્ટપેડ પ્લાન પ્રાઇમરીની સાથે ત્રણ ફેમેલી કનેક્શન પ્રદાન કરે છે. 999 રૂપિયાની કિંમતના આ પ્લાનમાં યૂઝર્સને દરરોજ 100 એસએમએસની સાથે અનલિમિટેડ કોલિંગ મળે છે. પ્રાઇમરી યૂઝર્સને 225GB સુધી ડેટા રોલઓવરની સાથે 75 જીબી ફ્રી ડેટા મળે છે. જેમ અમે તમને જણાવ્યું કે પ્લાન અનલિમિટેડ કોલિંગ સાથે 3 ફેમેલી કનેક્શન પ્રદાન કરે છે, જેમાં દરેક ફેમેલી મેમ્બર માટે 75 જીબી ડેટા અને 100 એસએમએસ મળે છે. પ્લાન એક્ટિવેશન માટે યૂઝર્સે 100 રૂપિયાનો ચાર્જ એક વખત ચુકવવો પડશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube