નવી દિલ્હીઃ Best Long Term Plans: સ્માર્ટફોન આજે આપણા દરેકની જરૂરીયાત બની ગયો છે. એક સારો સ્માર્ટફોન હોય પરંતુ ઈન્ટરનેટ વગર તે કામનો નથી. ઈન્ટરનેટનો ઉપયોગ કરવા માટે દર મહિને રિચાર્જ કરાવવું પડે છે. જેમ-જેમ મહિનો પૂરો થવા આવે છે તેમ-તેમ રિચાર્જની ચિંતા શરૂ થઈ જાય છે. દર વખતે પ્લાન લેવા માટે વિચાર કરવો પડે છે. પરંતુ ટેલીકોમ કંપનીઓ કેટલાક લાંબી વેલિડિટીવાળા શાનદાર પ્લાન ઓફર કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પછી તમે એરટેલ યૂઝર હોય, વોડાફોન-આઈડિયાનું સિમ ચલાવતા હોવ કે રિલાયન્સ જિયોનું. તમામ ટેલીકમ્યુનિકેશન કંપનીઓ પોતાના ગ્રાહકો માટે લોન્ગ ટર્મ પ્લાન ઓફર કરે છે, જેમાં તમને ફાયદો થાય છે. લોકો ઘણીવાર લોન્ગ ટર્મ પ્લાનની કિંમત જોઈને ડરી જાય છે પરંતુ આ પ્લાન મહિનાની તુલનામાં ખુબ સસ્તા હોય છે. 


લોન્ગ ટર્મ રિચાર્જ કરાવવાના ફાયદા છે કે તમારે દર મહિને રિચાર્જ કરાવવાની મગજમારી કરવી પડતી નથી અને તમે મન ભરીને ઈન્ટરનેટ ચલાવી શકો છો. 


આ છે શાનદાર લોન્ગ ટર્મ પ્લાન


JIO 
- રિલાયન્સ જિયો સૌથી સસ્તા લોન્ગ ટર્મ પ્લાન ઓફર કરી રહ્યું છે. કંપનીએ નવા વર્ષ પર યૂઝર્સ માટે 2023 રૂપિયાનો ખાસ પ્લાન રજૂ કર્યો છે. તેમાં જિયોના ગ્રાહકોને દરરોજ 2.5 જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 એસએમએસનો લાભ મળશે. આ પ્લાનમાં તમને 252 દિવસની વેલિડિટી મળશે. 


- જો તમે ઈચ્છો છો કે એક વર્ષ માટે રિચાર્જ કરાવવું છે તો તે માટે જિયો તમારા માટે 2545 રૂપિયાનો પ્લાન લઈને આવ્યું છે. તેમાં 336 દિવસ સુધી દરરોજ 1.5 જીબી હાઈ સ્પીડ ડેટા, દરરોજ 100 s.m.s, અનલિમિટેડ વોઇસ કોલ વગેરેનો લાભ મળે છે. 


- 365 દિવસની સુવિધાવાળુ રિચાર્જ કરાવવા ઈચ્છો છો તો તે માટે તમારે 2879 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડશે. તેમાં તમને દરરોજ 2જીબી ડેટા, દરરોજ 100 100 s.m.s અને અનલિમિટેડ વોઇસ કોલનો લાભ મળે છે. 


- જો તમે 2999 રૂપિયાનું રિચાર્જ કરાવો છો તો તેમાં તમને 365 દિવસ સુધી 2.5 જીબી ડેટા, દરરોજ 100 100 s.m.s અને અનલિમિટેડ વોઇસ કોલ મળે છે. નવા વર્ષ પર જિયો આ પ્લાન પર યૂઝર્સને 23 દિવસની વધારાની વેલિડિટી અને 75 જીબી એક્સ્ટ્રા ડેટા ઓફર કરી રહ્યું છે. 


આ પણ વાંચોઃ Jio એ નવા વર્ષ માટે લોન્ચ કર્યો સસ્તો પ્લાન! 388 દિવસ સુધી દરરોજ  2.5GB ડેટા


નોંધઃ જિયોના આ તમામ પ્લાન્સ પર તમને જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળશે. 


વોડાફોન-આઈડિયા (VI)
- વોડાફોન પોતાના યૂઝર્સને ઘણા પ્રકારના લોન્ગ ટર્મ પ્લાન ઓફર કરે છે. તેમાં સૌથી સસ્તો પ્લાન 1449 રૂપિયાનો છે, જે 180 દિવસની વેલિડિટી સાથે આવે છે. તેમાં દરરોજ 1.5જીબી ડેટા, દરરોજ 100 100 s.m.s અને અનલિમિટેડ કોલિંગનો લાભ મળે છે. આ પ્લાન પર તમને એક એપ એક્સક્લુઝિવ ઓફર પણ મળે છે, જેમાં તમે 50 જીબી એક્સ્ટ્રા ડેટા મેળવી શકો છો.


- એવા લોકો જેને ડેટાની વધુ જરૂર પડતી નથી તેના માટે વોડાફોન પાસે એક ખાસ પ્લાન છે. કંપની પોતાના યૂઝર્સ માટે 1799 રૂપિયાનો એક પ્લાન રજૂ કરે છે. તેમાં 365 દિવસ સુધી અનલિમિટેડ વોઇસ કોલ અને દરરોજ 100 એસએમએસ મળે છે. સાથે તમને 24 જીબી ડેટા મળે છે. 


- વોડાફોનના 2899 રૂપિયાના પ્લાનમાં તમને 365 દિવસ સુધી, દરરોજ 100 એસએમએસ, અનલિમિટેડ વોઇસ કોલ અને 850 જીબી ડેટા મળે છે. આ પ્લાનની ખાસ વાત છે કે તેમાં તમે એક દિવસમાં ગમે એટલો ડેટા વાપસી શકો છો. એટલે કે આ પ્લાનમાં ડેટાની કોઈ લિમિટ નથી. તમે તમારા યૂઝ પ્રમાણે ડેટાનો વપરાશ કરી શકો છો. 


આ પણ વાંચોઃ સ્ટોક ક્લિયરન્સ ઓફર! માત્ર 350 રૂપિયામાં લઇ જાવ Samsung નો ફોન


એરટેલ
- વોડાફોનની જેમ એરટેલ પણ 1799 રૂપિયામાં પોતાના ગ્રાહકોને 365 દિવસની વેલિડિટી સાથે અનલિમિટેડ વોઇસ કોલ અને દરરોજ 100 એસએમએસનો લાભ આપે છે. આ સાથે તમને 24 જીબી ડેટા મળે છે, જેનો તમે એક વર્ષમાં ગમે ત્યારે ઉપયોગ કરી શકો છો.


- જો તમે એરટેલનું 2999 રૂપિયાનું રિચાર્જ કરાવો છો તો તમને 265 દિવસની વેલિડિટી સાથે અનલિમિટેડ કોલિંગ, દરરોજ 100 એસએમએસ અને 2.5 જીબી ડેટા મળે છે. 


- કંપનીનો સૌથી મોંઘો પ્લાન 3359 રૂપિયાનો છે જેમાં તમને દરરોજ 2.5 જીબી ડેટા, 100 એસએમએસ અને અનલિમિટેડ વોઇસ કોલની સુવિધા મળે છે. આ પ્લાનની વેલિડિટી એક વર્ષની છે. આ પ્લાનમાં યૂઝર્સને 1 વર્ષનું પ્રાઇમ વીડિયો મોબાઇલ એડિશન અને ડિઝ્ની પ્લસ હોટસ્ટારનું સબ્સક્રિપ્શન ફ્રીમાં મળે છે. 


એરટેલના આ બધા પ્લાન્સની સાથે તમને વિંક મ્યૂઝિક, હેલો ટ્યૂન વગેરેની મજા ફ્રીમાં મળે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube