આ છે સૌથી વધુ માઇલેજ આપનારી ધાંસૂ 7 સીટર કાર, ઓછા બજેટમાં મળે છે શાનદાર સુવિધા
Mileage Cars: આ કાર પોતાના સેગમેન્ટમાં સૌથી સારૂ માઇલેજ આપનારી કાર છે અને તેની આગળ ઘણી કંપનીઓની કાર ફીકી પડી જાય છે.
Mileage Cars: ભારતમાં સૌથી વધુ માઇલેજ આપનારી 7-સીટર કારની વાત કરીએ તો તેમાં મારૂતિ સુઝુકીની અર્ટિગા (Maruti Suzuki Ertiga)સૌથી આગળ આવે છે. આ કાર પોતાના સેગમેન્ટમાં સૌથી વધુ માઇલેજ આપનારી કારોમાંથી એક છે અને તેની આગળ ઘણી મોટી કંપનીઓની કાર ફીકી પડી જાય છે. તેની ખાસિયતો તેને ફેમેલી અને ફ્યૂલ-કોન્શિયસ ગ્રાહકો વચ્ચે લોકપ્રિય બનાવે છે.
મારૂતિ સુઝુકી અર્ટિગા (Maruti Suzuki Ertiga):
માઇલેજ
પેટ્રોલ વેરિએન્ટઃ લગભગ 20.3 કિમી/લીટર
CNG વેરિએન્ટઃ લગભગ 26.11 કિમી/કિલો
એન્જિનઃ 1.5 લીટર પેટ્રોલ એન્જિન સાથે આવે છે.
આ પણ વાંચોઃ Airtel એ Jioને આપી ધોબીપછાટ! લોન્ચ કર્યો સસ્તો 26 રૂપિયાનો પ્લાન, જાણો શું છે ફાયદા
ફીચર્સ
એડવાન્સ ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ
આરામદાયક 7 સીટર સીટિંગ અરેન્જમેન્ટ
સસ્તી સર્વિસ અને મેન્ટેનન્સ
CNG વેરિએન્ટમાં વધુ સારી માઇલેજ
કેમ અર્ટિગા અન્ય કારથી સારી છે?
બજેટ- ફ્રેન્ડલીઃ અર્ટિગાની કિંમત અને ઈંધણ દક્ષતા તેને મોટી ફેમેલી કારોની તુલનામાં વધુ આકર્ષક બનાવે છે.
મેન્ટેનન્સ ખર્ચઃ મારૂતિની કારો પોતાના ઓછા મેન્ટેનન્સ કોસ્ટ અને દેશભરમાં સર્વિસ સેન્ટરોની ઉપલબ્ધતાને કારણે પણ પસંદ બની જાય છે.
CNG ઓપ્શનઃ આ કાર પેટ્રોલની સાથે-સાથે સીએનજી વિકલ્પમાં પણ આવે છે, જે વધુ સારૂ માઇલેજ આપે છે.
Ertiga ની સામે, ઘણી મોટી કંપનીઓની 7-સીટર કાર માઇલેજની દ્રષ્ટિએ પાછળ છે, જે તેને આર્થિક અને વ્યવહારુ વિકલ્પ બનાવે છે.