Alto છોડો..... ઘરે લઈ આવો 35.6 KM એવરેજવાળી રૂપકડી ગાડી, ઓછા બજેટમાં માઈલેજનો બોસ
બજારમાં કેટલીક કારો એવી છે જે 6 લાખ રૂપિયાથી પણ ઓછી કિંમતે સામાન્ય માણસોનું કાર ખરીદવાનું સપનું પૂરું કરી શકે છે. જો તમારું બજેટ 6 લાખ રૂપિયા હો અને તમે તેનાથી વધુ ખર્ચ કરવા માંગતા ન હોય તો અહીં અમે તમને એક એવી કાર વિશે જણાવીશું જે એટલી જ કિંમતમાં તમને સારી ડિઝાઈન અને ફીચર્સ સાથે શાનદાર માઈલેજ પણ આપશે.
ભારતીય બજારોમાં હંમેશા માઈલેજવાળી કારોની બોલબાલા રહી છે. ઓછા બજેટમાં કાર ખરીદનારા ગ્રાહકો માઈલેજને સૌથી વધુ મહત્વ આપે છે. બજેટ કારોની રનિંગ કોસ્ટ ઓછી હોય છે. જ્યારે કંપનીઓ પણ ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેને ઠીક ઠાક ફીચર્સ આપતા મેન્ટેઈનન્સ કોસ્ટને પણ ઓછી રાખે છે. જો કે હાલના સમયમાં કાર કંપનીઓએ કિંમતમાં ઘણો વધારો કરી દીધો છે જેથી એક સમયે ઓછી કિંમતમાં આવતી ગાડીઓને ખરીદવા માટે પણ લોકોએ અનેકવાર હવે વિચારવું પડે છે. હવે બેસ મોડલને પણ ખરીદવા માટે લગભગ 7-8 લાખ રૂપિયા ખર્ચ કરવા પડી શકે છે. પરંતુ જો તમારું બજેટ એટલું ન હોય તો તમારે નિરાશ થવાની જરૂર નથી. કારણ કે બજારમાં કેટલીક કારો એવી છે જે 6 લાખ રૂપિયાથી પણ ઓછી કિંમતે સામાન્ય માણસોનું કાર ખરીદવાનું સપનું પૂરું કરી શકે છે.
જો તમારું બજેટ 6 લાખ રૂપિયા હો અને તમે તેનાથી વધુ ખર્ચ કરવા માંગતા ન હોય તો અહીં અમે તમને એક એવી કાર વિશે જણાવીશું જે એટલી જ કિંમતમાં તમને સારી ડિઝાઈન અને ફીચર્સ સાથે શાનદાર માઈલેજ પણ આપશે.
માઈલેજમાં બોસ છે આ કાર
ઈન્ડિયન માર્કેટમાં મારુતિ સુઝૂકીની સેલેરિયો તેની માઈલેજના કારણે ખુબ લોકપ્રિય બની રહી છે. મારુતિની આ કારને માઈલેજની ચેમ્પિયન કહેવામાં આવે છે. વર્ષ 2021માં તેના ફેસલિફ્ટ મોડલને ખુબ સારી ડિઝાઈન અને ફીચર્સ સાથે લોન્ચ કરાઈ હતી. જે ગ્રાહકોને ખુબ પસંદ પડી રહી છે. આ કાર ચાર વેરિએન્ટ LXi, VXi, ZXi, और ZXi+ માં વેચવામાં આવી રહી છે. તેના VXi વેરિએન્ટમાં સીએનજી ઓપ્શન મળે છે. મારુતિ સેલેરિયોની કિંમત 5.37 લાખ રૂપિયાથી શરૂ થઈને 7.14 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) સુધી પહોંચે છે. જો તમે તેના બેઝ મોડલને ખરીદશો તો તે તમને 6,05,591 રૂપિયાની ઓનરોડ કિંમત (દિલ્હી)માં મળી જશે.
એન્જિન અને સ્પેસિફિકેશન
મારુતિ સેલેરિયોમાં એક લીટરનું 998 સીસી પેટ્રોલ એન્જિન મળે છે જે 67 બીએચપીનો પાવર અને 89 એનએમનો ટોર્ક જનરેટ કરે છે. એન્જિનને 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન અને 5 સ્પીડ AMT ગિયરબોક્સનો વિકલ્પ અપાયો ચે. સીએનજી વર્ઝન ફક્ત 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે આવે છે અને 57 બીએચપી અને 82 એનએમનું આઉટપુટ આપે છે. સીએનજી ટેંકની ક્ષમતા 60 લીટર છે. આ ઉપરાંત કારમાં 313 લીટરનું બૂટસ્પેસ મળે છે.
શાનદાર માઈલેજ
પેટ્રોલ એમટી- 25.24 kmpl (VXi, LXi, ZXi)
પેટ્રોલ એમટી- 24.97 kmpl (ZXi+)
પેટ્રોલ એએએમટી- 26.68 kmpl (VXi)
પેટ્રોલ એએમટી- 26 kmpl (ZXi, ZXi+)
સેલેરિયો સીએનજી- 35.6 Km/Kg
સેલેરિયોના ફીચર્સ
જો ફીચર્સની વાત કરીએ તો સેલેરિયોમાં 7 ઈંચનો ટચસ્ક્રીન ઈન્ફોટેન્મેન્ટ સિસ્ટમ, પુશ બટન સ્ટાર્ટ/સ્ટોપ, કીલેસ એન્ટ્રી અને મેન્યુઅલ એસી જેવા ફીચર્સ સામેલ છે. સુરક્ષાની રીતે તેમાંડ્યુઅલ ફ્રન્ટ એરબેગ, હિલ હોલ્ડ આસિસ્ટ, ઈબીડી સાથે એબીએસ અને રિયર પાર્કિંગ સેન્સર મળે છે. મારુતિ સેલેરિયોનો મુકાબલો ટાટા ટિયાગો, મારુતિ વેગનઆર અને સિટ્રોએન સી3 સાથે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube