Alto અને WagonR થી પણ વધુ માઇલેજ, કાર 80 રૂપિયામાં ચાલશે 35KM
Maruti Celerio CNG: મારૂતિ સુઝુકી સેલેરિયો સીએનજી, દેશમાં સીએનજી પર સૌથી વધુ માઇલેજ ઓફર કરનારી કાર છે.
નવી દિલ્હીઃ Maruti Celerio CNG Mileage: પેટ્રોલ અને ડીઝલ કારના મુકાબલે સીએનજી કારની રનિંગ કોસ્ટ (ફ્યૂલ કોસ્ટ) ઓછી હોય છે. તેના બે કારણ છે- પ્રથમ કે સીએનજી પર કાર વધુ માઇલેજ આપે છે અને બીજું કે પેટ્રોલ અને ડીઝલની કિંમતોના મુકાબલે સીએનજી સસ્તો છે. મારૂતિ સુઝુકી વેગનઆર અને અલ્ટો કે10, સીએનજી પર સારી માઇલેજ ઓફર કરે છે, પરંતુ જો તમારે તેનાથી વધુ માઇલેજવાળી કાર જોઈએ તો આ ઓપ્શન પણ મારૂતિ સુઝુકીની પાસે છે.
મારૂતિ સુઝુકી સેલેરિયો સીએનજી, દેશમાં સૌથી વધુ માઇલેજ ઓફર કરનારી કાર છે. જો તમારી ટોપ પ્રાયોરિટી માઇલેજ છે તો સેલેરિયો સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. મારૂતિ સુઝુકિની સસ્તી સીએનજી પોર્ટફોલિયોમાં Celerio, Wagon R, Alto K10, S-Presso જેવી કારો છે.
તેમાં સેલેરિયો સીએનજીનું માઇલેજ સૌથી વધુ છે. સેલેરિયો સીએનજી 35.60 કિલોમીટર પ્રતિ કિલોગ્રામ સીએનજી (કિંમત આશરે 80 રૂપિયા/કિલોની આસપાસ) સુધી માઇલેજ આપી શકે છે, જ્યારે વેગનઆર સીએનજીની માઇલેજ 32.52km,અલ્ટો કે10 સીએનજીની માઇલેજ 33.85km,એસ-પ્રેસો સીએનજીની માઇલેજ 31.2km સુધી છે.
આ પણ વાંચોઃ Vivo V30 સિરીઝ થઈ લોન્ચ, 5000 mAh બેટરીની સાથે મળશે 50MP નો દમદાર કેમેરો, જાણો કિંમત
આ રીતે મારૂતિ સુઝુકી સેલેરિયો સીએનજી બાકી સીએનજી કારોના મુકાબલે વધુ માઇલેજ ઓફર કરે છે. મારૂતિ સેલેરિયોની કિંમત 5.37 લાખ રૂપિયાથી 7.09 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) સુધી છે. પરંતુ તેના સીએનજી વેરિએન્ટની કિંમત 6.74 લાખ રૂપિયા છે.
સેલેરિયો ચાર ટ્રિમ- એલએક્સઆઈ, વીએક્સઆઈ, ઝેડએક્સઆઈ અને ઝેડએક્સઆઈ+ માં આવે છે. તેમાંથી વીએક્સઆઈ ટ્રિમમાં સીએનજી ઓપ્શન મળે છે. કારમાં 1.0 લીટર પેટ્રોલ એન્જિન (67 પીએસ અને 89 એનએમ) છે. તેમાં 5-સ્પીડ મેનુઅલ (સ્ટાન્ડર્ડ) અને 5-સ્પીડ એએમટી ઓપ્શનલ છે.
આ એન્જિન સાથે ફેક્ટરી ફિટેડ સીએનજી કિટનો પણ ઓપ્શન છે, સીએનજી પર તેનો પાવર આઉટપુટ 56.7 પીએસ/82એનએમ થઈ જાય છે. જે રેગુલર પેટ્રોલ વર્ઝનથી ઓછો છે. તેમાં માત્ર 5-સ્પીડ મેનુઅલ ગિયરબોક્સ મળે છે.
આ પણ વાંચોઃ AC ના આ 5 સેટિંગ્સથી કરી શકાય છે વીજળીની બચત, દરેક યૂઝરને હોવી જોઈએ જાણકારી
કારમાં એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લેની સાથે 7 ઇંચ ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળે છે. આ સાથે પેસિવ કીલેસ એન્ટ્રી, સ્ટીયરિંગ વ્હીલ માઉન્ટેડ ઓડિયો કંટ્રોલ્સ, સેમી ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને ટર્ન ઈન્ડિકેટર્સની સાથે ઈલેક્ટ્રિક ઓઆરવીએમ પણ છે.