નવી દિલ્હી: જો તમે પણ ઓછા પૈસા ખર્ચ કરીને વધારે ઇન્ટરનેટ ડેટાનો લાભ લેવા માંગતા હો તો આ સમાચાર ફક્ત તમારા માટે છે. આજે અમે તમને એક પ્રીપેડ રિચાર્જ પ્લાન (Prepaid Recharge Plan) વિશે જણાવીશું જે તમને 300 રૂપિયાનો ફાયદો જ નહીં, પરંતુ 84GB વધુ હાઈ સ્પીડ 4G ઇન્ટરનેટ ડેટાનો પણ લાભ આપશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Vi ની 699 રિચાર્જ પ્લાન
દિગ્ગજ ટેલિકોમ કંપની વોડાફોન-આઇડિયાએ (Vi) તેના ગ્રાહકો માટે 699 રૂપિયાનો એક શાનદાર પ્લાન શરૂ કર્યો છે. આ પ્લાનની વેલિડિટી 84 દિવસની છે. આ પ્લાનને એક્ટિવેટ કરાવવા પર તમામ યૂઝર્સને અનલિમિટેડ કોલિંગ, દરરોજના 100 SMS, દરરોજ 4GB હાઈસ્પિડ 4G ડેટા મળશે. એટલે કે 84 દિવસ માટે કુલ 336GB ડેટા યૂઝર્સને આપવામાં આવશે.


આ પણ વાંચો:- કોરોના કહેર પાછળનું આ પણ એક મોટું કારણ છે, WHO એ આપી મહત્વની ચેતવણી


રાતના 12 થી 6 સુધી ફ્રી ઇન્ટરનેટ ઓફર
આ સિવાય ગ્રાહકોને આ પ્લાનમાં Binge All Night ઓફરનો (રાતના 12 થી સવારે 6 વાગ્યા સુધી મફત અનલિમિટેડ ડેટા) લાભ પણ મળશે. કંપનીના જણાવ્યા અનુસાર આ પ્લાનમાં યુઝર્સને વીકએન્ડ ડેટા રોલઓવરની સુવિધા પણ આપવામાં આવી છે. ઉપરાંત, Vi Movies & TV પર ક્લાસિક એક્સેસ પણ તમામ ગ્રાહકોને મફત આપવામાં આવે છે.


આ પણ વાંચો:- Google માંથી તમારા ડિલીટ થયેલાં Photos કઈ રીતે મેળવશો પાછા? અપનાવો આ સરળ Tips


Jio નો 999 રિચાર્જ પ્લાન
બીજી તરફ, જો આપણે દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની જિયોના (Jio) પ્રીપેડ પ્લાનની વાત કરીએ તો, કંપની 999 રૂપિયામાં પ્લાન આપી રહી છે. આ પ્લાનની વેલિડિટિ 84 દિવસ છે. આ પ્લાનને એક્ટિવેટ કરવા પર ગ્રાહકોને દરરોજ 3 GB હાઇ સ્પીડ 4 G ડેટાનો લાભ મળે છે. તેનો અર્થ એ કે કુલ 252GB ડેટા. આ સિવાય યુઝર્સને કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ, દરરોજ 100 SMS મોકલવાની સુવિધા અને જિઓ એપ્સનું મફત સબ્સ્ક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે.


આ પણ વાંચો:- Amazon Prime મેમ્બર્સને લાગશે મોટો ઝટકો, કોરોનાને કારણે એમેઝોને ભર્યું આ પગલું


બંને પ્રીપેડ પ્લાનમાં કયો શ્રેષ્ઠ?
જો તમે આ બંને પ્લાનની તુલના કરો તો વોડાફોન-આઈડિયા અને રિલાયન્સ જિઓના બંને પ્લાનને 84 દિવસની વેલિડિટી મળે છે. બંને પ્લાનમાં ફ્રી કોલિંગનો લાભ મળે છે. પરંતુ Vi ના પ્લાનમાં Jio કરતા 84 જીબી વધુ ડેટા ઉપલબ્ધ છે. આ ઉપરાંત, Vi પણ તેના ગ્રાહકોને આખી રાત અને વીકએન્ડ ડેટા રોલઓવરની સુવિધા આપી રહ્યુ છે. સરળ શબ્દોમાં કહીએ તો, જો Vi પ્લાન એક્ટિવેટ કરાવો છો તો યુઝર્સને 300 રૂપિયાનો લાભ મળશે. ઉપરાંત, 84 GB વધુ 4G ઇન્ટરનેટ પણ ઉપલબ્ધ થશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube