નવી દિલ્હીઃ Jio, Airtel અને VI ના પોર્ટફોલિયોમાં એકથી એક દમદાર રિચાર્જ પ્લાન છે, જેમાં હાઈ-સ્પીડ ડેટા સહિત અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવી રહી છે. આજે અમે તમને ત્રણેય કંપનીઓના કેટલાક બેસ્ટ પ્લાનની માહિતી આપીશું. આ બધાના ડેટા પ્લાનમાં તમને 1.5જીબીથી વધુ ડેટા, અનલિમિટેડ કોલિંગ અને ઓટીટી એપનું સબ્સક્રિપ્શન મળશે. આવો જાણીએ આ પ્લાન વિશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Jio નો 249 રૂપિયાવાળો પ્લાન
Jioનો આ પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. ગ્રાહકોને આ પ્લાનમાં દરરોજ 2GB ડેટા અને 100SMS મળશે. સાથે કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા મળી રહી છે. આ સિવાય પ્લાનની સાથે જીયો ટીવી, ન્યૂઝ, મૂવી એપનું સબ્સક્રિપ્શન ફ્રી મળે છે. 


જીયોનો 599 રૂપિયાવાળો પ્લાન
ડીયોનો આ પ્લાન 84 દિવસની વેલિડિટી સાથે આવે છે. ગ્રાહકોને દરરોજ 2જીબી ડેટા અને 100SMS મળશે. સાથે યૂઝર્સ કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલ કરી શકશે. આ સિવાય પ્લાનની સાથે જીયો ટીવી, ન્યૂઝ, મૂવી એપનું સબ્સક્રિપ્શન ફ્રી મળે છે. 


આ પણ વાંચોઃ એક મહિના માટે સૌથી સસ્તા રિચાર્જ,  જાણો Jio, Airtel, BSNL અને VI ના પ્લાન


Airtel નો 349 રૂપિયાવાળો પ્લાન
ગ્રાહકોને આ પ્લાનમાં દરરોજ 2જીબી ડેટા 100SMS મળશે. સાથે અનલિમિટેડ કોલિંગની સુવિધા. આ સિવાય એમેઝોન પ્રાઇમ, એરટેલ એક્સટ્રીમ અને વિંક મ્યૂઝિકનું સબ્સક્રિપ્શન ફ્રી આપવામાં આવશે. આ પેકની વેલિડિટી 28 દિવસ છે. 


Airtel નો 398 રૂપિયાવાળો પ્લાન
ગ્રાહકોને આ પ્લાનમાં દરરોજ 3જીબી ડેટા અને 100 એસએમએસ મળશે. અનલિમિડેટ કોલિંગની સુવિધા આ પેકમાં મળી રહી છે. આ સિવાય એમેઝોન પ્રાઇમ, એરટેલ એક્સટ્રીમ અને વિંક મ્યૂઝિકનું સબ્સક્રિપ્શન ફ્રી આપવામાં આવશે. આ પેકની વેલિડિટી 28 દિવસ છે. 


આ પણ વાંચોઃ Vivo V21 SE જલદી ભારતમાં થઈ શકે છે લોન્ચ, મળશે 5G સપોર્ટ


VI નો 449 રૂપિયાવાળો પ્લાન
આ રિચાર્જ પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. ગ્રાહકોને આ પ્લાનમાં દરરોજ 4જીબી ડેટા અને 100 SMS મળશે. સાથે યૂઝર્સ કોઈપણ નેટવર્ક પર અનલિમિડેટ કોલિંગ કરી શકશે. આ સિવાય પ્લાનની સાથે લાઇવ ટીવી, વીઆઈ મૂવી અને ન્યૂઝનું સબ્સક્રિપ્શન ફ્રી આપવામાં આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube