Best Selling Cars In 2023 In India: મારુતિ સુઝુકી ભારતીય કાર માર્કેટમાં મહત્તમ હિસ્સા સાથે આગળ છે. મારુતિ સુઝુકી પાસે એફોર્ડેબલ કારનો મોટો પોર્ટફોલિયો છે. તેથી જ દર વર્ષે તે મહત્તમ સંખ્યામાં કાર વેચવામાં સફળ થાય છે. મારુતિ સુઝુકી ટોપ સેલિંગ કાર કંપની છે. વર્ષ 2023માં પણ તેણે સૌથી વધુ કાર વેચી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાપરે...ફ્લેટની કિંમતમાં ફોન: Samsung Galaxy S24 માં એવા તો શું હીરા-મોતી જડ્યા છે?
Jio Cheapest Plan: જિયોએ યૂઝર્સને આપી મોટી ભેટ, લોન્ચ કર્યા બે સસ્તા ડેટા પેક


હવે જો સૌથી વધુ વેચાતી કારની વાત કરીએ તો મારુતિ સુઝુકીના મોડલ પણ આ લિસ્ટમાં ટોપ પર છે. વર્ષ 2023માં સૌથી વધુ વેચાતી 5 કાર છે- મારુતિ સ્વિફ્ટ, વેગનઆર, બલેનો, બ્રેઝા અને ટાટા નેક્સન છે. પહેલા ચાર મોડલ મારુતિના છે અને પછી પાંચમા નંબરે ટાટાની કાર છે.


CNG કારમાં Sunroof પણ જોઇએ? તો આ છે 4 ઓપ્શન, કોઇપણ ખરીદી લો
તમને અને મને પરવડે એટલી કિંમતમાં ધાંસૂ ફીચર્સવાળી છે આ કાર, માઇલેજ- 26km, સીટીંગ- 7


વર્ષ 2023 દરમિયાન મારુતિ સુઝુકી સ્વિફ્ટના કુલ 2,03,469 યુનિટ વેચાયા છે. આ સાથે તેણે બેસ્ટ સેલિંગ કારનો ખિતાબ જીત્યો. વર્ષ 2022ની સરખામણીએ તેના વેચાણમાં 15 ટકાનો વધારો થયો છે કારણ કે તે સમયે 1,76,424 યુનિટ વેચાયા હતા.


સ્વિફ્ટ બાદ મારુતિ સુઝુકી વેગનઆર, બલેનો અને બ્રેઝા અનુક્રમે બીજા, ત્રીજા અને ચોથા સ્થાને છે. વર્ષ 2023માં વેગનઆરના કુલ 2,01,301 યુનિટ, બલેનોના કુલ 1,93,989 યુનિટ અને બ્રેઝાના કુલ 1,70,588 યુનિટ વેચાયા છે.


New Model: સારી સેકન્ડના ભાવે મળે છે નવી નક્કોર આ 5 ઇલેક્ટ્રિક કાર, માઇલેજ 465km
ડિસેમ્બરમાં દેશની નંબર 1 કાર બની આ SUV, બજેટમાં પાડો રોલો, શાનદાર ફીચર્સ તો ખરા જ!


ત્યારબાદ નેક્સોન રહી. વર્ષ 2023માં નેક્સનના કુલ 1,70,311 યુનિટ વેચાયા છે. આ સાથે તે પાંચમા નંબર પર પોતાની જગ્યા બનાવવામાં સફળ રહી. જો કે, તેના વેચાણ અને બ્રેઝાના વેચાણ વચ્ચે ખૂબ જ થોડો તફાવત છે.


1 બોનસ શેર અને સ્ટોક વહેંચવાની જાહેરાત, 8 થી 1800 રૂ.ને પાર પહોંચ્યો આ કંપનીનો શેર
Stock Market: 17 પૈસાથી 600 રૂ.ને પાર આ Multibagger, આ મોટી જાહેરાત બાદ બન્યો તોફાની


2023ની ટોચની 5 બેસ્ટ સેલિંગ કાર્સ
-- મારુતિ સ્વિફ્ટ- 2,03,469 યુનિટ્સ વેચાયા
-- મારુતિ વેગનઆર- 2,01,301 યુનિટ્સ વેચાયા
-- મારુતિ બલેનો- 1,93,989 યુનિટ્સ વેચાયા
-- મારુતિ બ્રેઝા- 1,70,588 યુનિટ્સ વેચાયા
--ટાટા નેક્સોન- 1,70,311 યુનિટ્સ વેચાયા


30 વર્ષ બાદ ફેબ્રુઆરીમાં શનિ થશે અસ્ત, શનિની યુતિ આ રાશિઓની લાઇફમાં મચાવશે ધમાલ
February Grah Gochar: આવતા મહિને પલટી મારશે આ 5 રાશિઓનું ભાગ્ય, ઝડપથી વધશે બેંક બેલેન્સ