Top Selling Car- Maruti Wagon R: જાન્યુઆરી 2024 દરમિયાન મારુતિ સુઝુકી બલેનો બેસ્ટ સેલિંગ કાર રહી હતી અને મારૂતિ વેગનઆર થર્ડ બેસ્ટ સેલિંગ કાર હતી. પરંતુ ફેબ્રુઆરી 2024 માં પાસ પલટાઇ ગયા. વેગનઆર ટોપ સેલિંગ કાર બની ગઇ અને બલેનો ત્રીજા નંબર  પર (વેચાણના મામલે) આવી ગઇ છે. આ બંને વચ્ચે ટાટા પંચ સતત બીજા નંબર પર બનેલી છે. પંચ જાન્યુઆરીમાં પણ સેકન્ડ બેસ્ટ સેલિંગ કાર હતી અને ફેબ્રુઆરીમાં પણ સેકન્ડ બેસ્ટ સેલિંગ કાર રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IMD Alert: હોળી પહેલાં 11 રાજ્યોમાં આફત: ક્યાંક વરસાદ તો ક્યાં હિમવર્ષાની આગાહી
IPL 2024 માં બેટ્સમેનો માટે કાળ સાબિત થઇ શકે છે 3 સ્પિનર, કાતિલ બોલીંગમાં છે માહિર


જાન્યુઆરી 2024 માં બલેનો 19,630 યૂનિટ્સના વેચાણ સાથે બેસ્ટ સેલિંગ કાર હતી. વર્ષના આધાર પર તેનું વેચાણ 20% વધ્યું છે. તો બીજી તરફ બીજા નંબર પર ટાટા પંચ રહી હતી, જેના 17,978 યૂનિટ્સ વેચાયા હતા. તેના વેચાણમાં 50% ટકાનો વાર્ષિક ગ્રોથ થયો હતો. ત્યારબાદ ત્રીજા નંબર પર મારૂતિ વેગનઆર રહી હતી, જેનું વેચાણ વાર્ષિક આધાર પર 13 ટકા ઘટ્યું અને 17,756 યૂનિટ્સ પર આવી ગયું હતું. 


બસ 10 દિવસ બાકી... તમને ફ્રીમાં મળશે ગેસ સિલિન્ડર, નહી ચૂકવવો પડે 1 પણ રૂપિયો
ચોરોની ફેવરિટ છે આ મારૂતિ કાર, આ કામ કરાવ્યું હશે તો કંપની આપશે નવી કારની કિંમત


ફેબ્રુઆરી 2024ની ટોપ-3 બેસ્ટ સેલિંગ કાર
જાન્યુઆરી 2024માં ત્રીજી બેસ્ટ સેલિંગ કાર રહી મારૂતિ વેગનઆર ફેબ્રુઆરી 2024માં સૌથી વધુ વેચાતી કાર બની હતી. તેનું વેચાણ 19,412 યુનિટ હતું. વાર્ષિક ધોરણે તેના વેચાણમાં 15%ની વૃદ્ધિ નોંધવામાં આવી હતી. આ પછી ટાટા પંચ બીજા સ્થાને હતું. પંચે 18,438 યૂનિટ્સનું વેચાણ કર્યું હતું અને તેની વાર્ષિક વૃદ્ધિ 65% હતી.


Holashtak 2024: હોળાષ્ટથી કુંભ-કર્ક સહિત આ 5 રાશિઓના શરૂ થશે ખરાબ દિવસો, આર્થિક મામલે ગાભા નિકળી જશે
Mangal Gochar 2024: આજથી કુંભ રાશિમાં ગ્રહોના સેનાપતિની એન્ટ્રી, આ 5 રાશિઓનો બેડો થઇ જશે પાર


જાન્યુઆરી 2024ની બેસ્ટ સેલિંગ કાર રહી મારૂતિ બલેનો ફેબ્રુઆરી 2024માં ત્રીજા સ્થાને આવી ગઇ છે. કુલ 17,517 યુનિટ્સનું વેચાણ થયું હતું. વાર્ષિક ધોરણે તેના વેચાણમાં 6%નો ઘટાડો થયો છે.


Toyota માટે વરદાન બની SUV, વેચાણ મામલે ધૂમ મચાવી, માઇલેજ 28kmpl
સોના-ચાંદીમાં મોટો ફેરફાર, 9 દિવસમાં 2500 મોંઘી થઇ ચાંદી, જાણો તમારા શહેરનો ભાવ


ઇન શોર્ટ ફેબ્રુઆરી 2024 માં 19,412 યુનિટના વેચાણ સાથે Maruti Wagon R પ્રથમ ક્રમે 18,438 યુનિટના વેચાણ સાથે Tata Punch બીજા ક્રમે અને 17,517 યુનિટના વેચાણ સાથે Maruti Baleno ત્રીજા સ્થાને છે.


Power Food: માર્કેટમાં આવી ગયા છે ચીકૂ, Weight Loss થી માંડીને BP રહેશે કંટ્રોલમાં
Tips & Tricks:શું તમારા ઘરમાં પણ છે મચ્છરોની ફોજ, ઝેરી મોસ્કીટોના બદલે વાપરો આ વસ્તુ