Best Selling Electric Car Brands: ઇલેક્ટ્રિક કારોનું વેચાણ સતત વધી રહ્યું છે. ટાટા મોટર્સ, એમજી અને હ્યુન્ડાઇ ઉપરાંત મહિન્દ્રા અને BYD જેવી કંપનીઓ પણ તાજેતરમાં જ આ સેગમેંટમાં એન્ટ્રી મારી ચૂકી છે. મહિન્દ્રાએ તાજેતરમાં જ પોતાની પહેલી ઇલેક્ટ્રિક એસયૂવી XUV400 લોન્ચ કરી દીધી છે, જેનું વેચાણ જાન્યુઆરી 2023 થી થવાનું છે. એક ઇલેક્ટ્રિક કંપની એવી રહી છે, જેને ઇલેક્ટ્રિક કાર વેચાણના મામલે બધાને પાછળ છોડી દીધી. આવો જાણીએ ઓગસ્ટ 2022 માં સૌથી વધુ  ઇલેક્ટ્રિક કાર વેચાનાર 5 કંપનીઓ વિશે... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધડાધડ વેચાઇ આ કંપનીની ઇલેક્ટ્રિક ગાડીઓ
ઓગસ્ટ 2022 માં ટાટા મોટર્સ ફરીથી નંબર વન ઇલેક્ટ્રિક કાર મેકર બની ગઇ છે. કંપનીએ ગત મહિને કુલ 2,747 યૂનિટનું વેચાણ કરવામાં આવ્યું છે. ટાટા મોટર્સ ભારતમાં નેક્સોન ઇવી પ્રાઇમ, નેક્સોન ઇવી મેક્સ, ટિગોર ઇવી જેવા મોડલ્સને વેચે છે. તેમાંથી નેક્સોન ઇવી સીરીઝ સૌથી વધુ વેચાનાર ગાડી છે. ઓગસ્ટ 2021 માં કંપનીએ ફક્ત 575 યૂનિટ્સ વેચ્યા હતા. જેને જોતાં ટાટા મોટર્સે 377.7% વાર્ષિક ગ્રોથ નોંધાયો છે. 

Post Office Scheme: આ સ્કીમમાં કરશો રોકાણ તો મળશે 16 લાખ રૂપિયા, 100 રૂપિયાથી કરો શરૂઆત


જોકે જુલાઇ 2022 ના મુકાબલે વેચાણમાં સામાન્ય ઘટાડો થયો છે. Tata Motors ના માર્કેટ શેર જુલાઇ 2022 માં 93.17% હતો, જે ઓગસ્ટ 2022 માં ઘટીને 84.86% થઇ ગયો છે. ખાસ વાત છે કે કંપનીની ટાટા ટિગોર ઇવી દેશની સૌથી સસ્તી પેસેંજર ઇલેક્ટ્રિક કાર છે. 


ટોપ 5 કંપનીઓની યાદી
યાદીમાં બીજા અને ત્રીજા ક્રમ પર MG ZS EV અને Hyundai Kona રહી છે. તેના ક્રમશ: 311 યૂનિટ્સ અને 69 યૂનિટ્સ વેચાયા છે. જ્યાં એમજી જેડએસ ઇવીનું વેચાણ ગત વર્ષના મુકાબલે 17 ટકા ઘટ્યું છે, તો બીજે તરફ હ્યુન્ડાઇ કોનાએ 475% ગ્રોથ નોધાવ્યો છે. આ પ્રકારે ચોથા અને પાંચમા ક્રમ પર BYD E6 અને BMW iX/ BMW i4 રહી છે. તેના ક્રમશ: 44 યૂનિટ્સ અને 25 યૂનિટ્સ વેચાયા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube