5.54 લાખની આ કાર પાછળ લટ્ટુ થયા લોકો, સ્વિફ્ટ, બલેનો અલ્ટો...બધાને પછાડી વેચાણમાં બની નંબર 1
Best Selling Hatchback: 2024ના પહેલા ત્રિમાસિકમાં ભારતના બજારોમાં જે કારો જોવા મળે છે તેના વેચાણમાં એકલા 52 ટકા ભાગીદારી એસયુવી સેગમેન્ટની જોવા મળી. જ્યારે આ દરમિયાન ટોપ હેચબેક કારોની વાત કરીએ તો તેના વેચાણમાં 17 ટકાનો ઘટાડો જોવા મળ્યો.
ભારતીય ગ્રાહકો વચ્ચે હંમેશાથી હેચબેક સેગમેન્ટની કાર ખુબ ડિમાન્ડમાં રહી છે. જો કે છેલ્લા કેટલાક સમયથી આ સેગમેન્ચની કારોમાં વેચાણ ઘટેલું જોવા મળ્યું છે. તેનું સૌથી મોટું કારણ એસયુવી સેગમેન્ટની વધતી ડિમાન્ડ માનવામાં આવી રહી છે. અત્રે જણાવવાનું કે 2024ના પહેલા ત્રિમાસિકમાં ભારતના બજારોમાં જે કારો જોવા મળે છે તેના વેચાણમાં એકલા 52 ટકા ભાગીદારી એસયુવી સેગમેન્ટની જોવા મળી. જ્યારે આ દરમિયાન ટોપ હેચબેક કારોની વાત કરીએ તો તેના વેચાણમાં 17 ટકાનો ઘટાડો જોવા મળ્યો.
અત્રે જણાવવાનું કે આ દરમિયાન મારુતિ સુઝૂકીની વેગનઆર કાર 99668 યુનિટ કારનું વેચાણ કરીને ટોપ પર રહી. જો કે વેગનઆરના વેચાણમાં પણ આ દરમિયાન 9 ટકાનો વાર્ષિક ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે વર્ષ 2023ના પહેલા ત્રિમાસિકમાં મારુતિ સુઝૂકીની વેગનઆરે કુલ 109278 યુનિટ કાર વેચી હતી. અત્રે જણાવવાનું કે ભારતીય માર્કેટમાં મારુતિ સુઝૂકી વેગનઆરની એક્સ શોરૂમ કિંમત 5.54 લાખ રૂપિયાથી લઈને ટોપ મોડલમાં 8.50 લાખ રૂપિયા સુધી થઈ જાય છે. આ દરમિાયન સૌથી વધુ વેચાયેલી 8 હેચબેક કાર વિશે જાણીએ.
ટોપ 3માં કોણ
વેચાણમાં ટોપ પર વેગનઆર તો બીજા નંબરે પણ મારુતિની જ બલેનો કાર રહી. મારુતિ સુઝૂકીની બલેનોએ આ દરમિયાન 6 ટકાના વાર્ષિક ઘટાડા સાથે કુલ 94521 યુનિટ વેચાણ નોંધાવ્યું. જ્યારે ગત વર્ષના પહેલા ત્રિમાસિકમાં મારુતિ સુઝૂકી બલેનોનું કુલ વેચાણ 100107 કારનું હતું. બીજી બાજુ વેચાણના આ લિસ્ટમાં ત્રીજા નંબર પર મારુતિ સુઝૂકી સ્વિફ્ટ રહી. સ્વિફ્ટે 19 ટકાના વાર્ષિક ઘટાડા સાથે કુલ 84172 યુનિટનું વેચાણ નોંધાવ્યું. જ્યારે એક વર્ષ પહેલા સ્વિફ્ટે કુલ 100465 યુનિટનું વેચાણ નોંધાવ્યું હતું. યાદીમાં ચોથા નંબરે મારુતિની અલ્ટો રહી. અલ્ટોનું વાર્ષિક 28 ટકાના વેચાણ સાથે 57943 યુનિટ વેચાણ થયું.
છેલ્લા નંબરે આ કાર
બીજી બાજુ યાદીમાં પાંચમા નંબરે ટાટાની ટિયાગો આવી. ટાટા ટિયાગોએ આ દરમિાયન 22 ટકાના વાર્ષિક ઘટાડા સાથે કુલ 37707 યુનિટ કારનું વેચાણ કર્યું. જ્યારે છઠ્ઠા નંબરે હુંડઈ i20 કાર જોવા મળી જેનું 23 ટકાના વાર્ષિક ઘટાડા સાથે કુલ 33052 યુનિટ કારનું વેચાણ થયું. આ ઉપરાંત સાતમા નંબરે હુંડઈની i10 કાર રહી. જેનું 32 ટકાના વાર્ષિક ઘટાડા સાથે કુલ 32239 યુનિટ વેચાણ થયું. આઠમા નંબરે ટાટા અલ્ટ્રોઝ જોવા મળી જેનું આ દરમિાયન 4 ટકાના વાર્ષિક ઘટાડા સાથે કુલ 29556 યુનિટ કાર વેચાણ થયું.