આ ₹10.87 લાખની SUV ખરીદવા તૂટી પડ્યા લોકો ! ગજબનો છે ક્રેઝ, ધડાધડ થઈ રહ્યું છે બુકિંગ
Car Sales in May 2023: લોકોએ મારુતિની વેગનઆર, સ્વિફ્ટ અને બલેનો જેવી કાર્સ ઘણી ખરીદી છે. જો કે, જ્યારે એસયુવીની વાત આવે છે, ત્યારે હ્યુન્ડાઇ દરેકને પછાડી રહ્યુ હોય તેમ લાગે છે. ગયા મહિને હ્યુન્ડાઈએ ટાટા નેક્સોન અને મારુતિ બ્રેઝા જેવી એસયુવીને વેચાણની દ્રષ્ટિએ પાછળ છોડી દીધી હતી.
Best Selling SUV: મારુતિ સુઝુકી દેશની સૌથી મોટી ઓટોમોબાઈલ ઉત્પાદક કંપની છે. કંપની દર મહિને દેશમાં સૌથી વધુ વાહનોનું વેચાણ કરે છે. મે મહિનામાં પણ દેશમાં સૌથી વધુ વેચાતી 10 કારમાંથી 7 કાર મારુતિ સુઝુકીની છે. કંપનીની વેગનઆર, સ્વિફ્ટ અને બલેનો જેવી કાર મોટા પ્રમાણમાં ખરીદવામાં આવે છે. જો કે, જ્યારે એસયુવીની વાત આવે છે, ત્યારે હ્યુન્ડાઇ દરેકને પછાડી રહ્યુ છે.
ગયા મહિને હ્યુન્ડાઈએ ટાટા નેક્સોન અને મારુતિ બ્રેઝા જેવી એસયુવીને વેચાણની દ્રષ્ટિએ પાછળ છોડી દીધી હતી. Hyundai Creta મે મહિનામાં દેશમાં સૌથી વધુ વેચાતી SUV રહી છે. જ્યારે ટાટા નેક્સન બીજા સ્થાને અને મારુતિ બ્રેઝા ત્રીજા સ્થાને છે. મે 2023માં હ્યુન્ડાઈ ક્રેટાએ 14,449 યુનિટ વેચ્યા છે. એક વર્ષ પહેલા એટલે કે મે 2022માં માત્ર 10,973 યુનિટ્સ વેચાયા હતા. આ રીતે ક્રેટાના વેચાણમાં 32 ટકાનો વધારો થયો છે.
કિંમત અને ફીચર્સ
Hyundai Cretaની કિંમત રૂ.10.87 લાખથી શરૂ થાય છે. તેના ટોપ મોડલની કિંમત 19.20 લાખ રૂપિયા સુધી જાય છે. તેમાં કુલ 7 ટ્રિમ આપવામાં આવે છે, જેમાં E, EX, S, S+, SX એક્ઝિક્યુટિવ, SX અને SX(O) નો સમાવેશ થાય છે. તે બે એન્જિન વિકલ્પો ઓફર કરે છે - 1.5-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ (115PS/144Nm) અને 1.5-લિટર ડીઝલ (116PS/250Nm).
આ SUVના ફિચર્સ લિસ્ટ વિશે વાત કરીએ તો, તે પેનોરેમિક સનરૂફ, વાયરલેસ ચાર્જિંગ, સેમી-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, 10.25 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, પાવર એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ, કનેક્ટેડ કાર ટેક્નોલોજી, LED હેડલેમ્પ્સ, LED ટેઇલલેમ્પ્સ સાથે આવે છે. 6 એરબેગ્સ, હિલ-સ્ટાર્ટ આસિસ્ટ કંટ્રોલ, ESC, VSM, રીઅર પાર્કિંગ કેમેરા, ઓલ વ્હીલ ડિસ્ક બ્રેક્સ, TPMS અને ABS જેવી સુવિધાઓ પણ મળે છે.
આ પણ વાંંચો:
રાહતના સમાચાર, વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું, 9 જિલ્લામાં વરસાદની આગાહી
શનિવારનો દિવસ અને શનિ થશે વક્રી, આ 3 રાશિઓ માટે વક્રી શનિ અશુભ, જીવનમાં વધશે સંકટ
ખબર છે હનુમાનજીને કેમ ચઢે છે સિંદૂર? આ રીતે શરૂ થઇ સિંદૂર લગાવવાની પ્રથા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube