Best Selling Car in Jan 2024: ઈન્ડિયન માર્કેટમાં સસ્તી એસયુવીની ડિમાન્ડ વધી રહી છે. આ સેગમેન્ટમાં ટાટા પંચ, મારુતિ બ્રેઝા અને નેક્સોનને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. આ ત્રણેય ગાડીઓના વેચાણમાં જબરદસ્ત મુકાબલો જોવા મળી રહ્યો છે. ગત મહિનાની વાત કરીએ તો ટાટા મોટર્સની મિની એસયુવી પંચે વેચાણમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેકોર્ડ
જાન્યુઆરી 2024માં ટાટા પંચે મારુતિ બલેનો બાદ દેશમાં બીજી સૌથી વધુ વેચાણ થયેલી કારનો રેકોર્ડ બનાવ્યો છે. ટાટાની આ મિની એસયુવી જાન્યુઆરીમાં 17,978 યુનિટ્સ વેચાઈ છે. જ્યારે ગત વર્ષે આ મહિનામાં આ એસયુવી 12,006 યુનિટ્સ વેચાઈ હતી. ટાટા નેક્સોનનું વેચાણ 17,182 યુનિટ્સ થયું.  હાલમાં જ કંપનીએ તેને સીએનજી વેરિએન્ટમાં સનરૂફ સાથે લોન્ચ કરી છે. સીએનજીના કારણે હવે તે માઈલેજમાં પણ સસ્તી થઈ છે. ટાટાની આ 5 સીટર એસયુવી 5 સ્ટાર ગ્લોબલ એનસીએપી સેફ્ટી રેટિંગ સાથે આવે છે. 


કિંમત
ટાટા પંચની કિંમત 6.13 લાખ રૂપિયાથી શરૂ થઈને 9.59 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) પહોંચે છે. તેમાં 366 લીટરનો બૂટસ્પેસ મળે છે. પંચ  બજારમાં પોતાનો દબદબો  બનાવી ચૂકી છે. સતત બ્રેઝા, બલેનો અને ડિઝાયર જેવી મારુતિની ટોપ સેલિંગ કારોને ટક્કર આપી રહી છે. કોમ્પેક્ટ સાઈઝ હોવા છતાં પંચમાં 5 લોકોને બેસવા માટે પૂરતી જગ્યા મળે છે. આ કારમાં 366 લીટરનો  બૂટસ્પેસ મળે છે. 


ટાટા પંચ પોતાની ઉત્તમ રાઈડ ક્વોલિટી માટે જાણીતી છે. ઓટોમોબાઈલના જાણકારોના જણાવ્યાં મુજબ આ કાર પોતાની કિંમતની રીતે પોતાના સેગમેન્ટમાં સૌથી સારી હાઈ સ્પીડ અને હાઈવે સ્ટેબિલિટી આપે છે. ખાડા ટેકરાવાળા રસ્તાઓમાંઆ  કારના સસ્પેન્શનનું પરફોર્મન્સ ખુબ આરામદાયક છે, જ્યારે વધુ સ્પીડમાં તેને સારી સ્ટેબિલિટી મળે છે. 


એન્જિન
ટાટા પંચમાં કંપની 1.2 લીટર 3 સિલિન્ડર પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કરે છે. આ એન્જિન 88 બીએચપીથી વધુ પાવર અને 115 એનએમનો પીક ટોર્ક જનરેટ કરે છે. તેમાં 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે 5 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સનો વિકલ્પ મળે છે. ટાટા પંચ પેટ્રોલમાં 20.09kmpl અને સીએનજીમાં 26.99km/kg ની માઈલેજ ઓફર કરે છે. 


ફીચર્સ
કારના ફીચર્સની વાત કરીએ તો પંચમાં 7 ઈંચ ટચસ્ક્રીન ડિસ્પ્લે, સેમી ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ પેનલ, ઓટો એર કન્ડિશનિંગ, ઓટોમેટિક હેડલાઈટ્સ, કનેક્ટેડ કાર ટેક્નોલોજી અને ક્રૂઝ કંટ્રોલ જેવા ફીચર્સ મળે છે. તેમાં સેફ્ટીની રીતે ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ, ઈબીડી સાથે એબીએસ, રિયર ડિફોગર્સ, રિયર પાર્કિંગ સેન્સર, રિયર વ્યૂ કેમેરા, અને ISOFIX એંકર જેવા ફીચર્સ મળે છે. ટાટા પંચને ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં 5 સ્ટારનું સેફ્ટી રેટિંગ મળેલું છે.