Best Smartphone for Photography: જો તમે પણ તમારા સ્માર્ટ ફોનથી સારા ફોટો ક્લિક કરવા માંગો છો, તો આજે અમે તમને એવા ફીચર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જો તે તમારા ફોનમાં હશે તો તમારો ફોન ફોટોગ્રાફી માટે બેસ્ટ સાબિત થશે. ત્યારે હવે તમે ફોન ખરીદવા જાય તો આ ફીચર્સ તપાસવાનું ભૂલતા નહીં. ઘણા લોકો સારો અને મોંઘા ફોન માત્ર સારા ફોટો ક્લિક કરવા માટે ખરીદતા હોય છે. ત્યારે જો તમે પણ ફોટોગ્રાફી માટે ખાસ સ્માર્ટ ફોન ખરીદવા જઈ રહ્યા છો, તો તમે થોડી પણ ઉતાવળ ન કરતા. કારણ કે એવા ઘણા બધા ફીચર્સ હોય છે, જે આપણે ઉતાવળમાં નજર અંદાજ કરી દઈએ છીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


આ 7 Seater Car મચાવી રહી છે ધૂમ, વેચાણમાં 184 ટકાનો ઉછાળો, દમદાર છે ફિચર્સ


AC રિમોટથી બંધ કરો અને સ્વીચ રહેતી હોય આખી રાત ચાલુ તો લાઈટ બિલ આવશે મસમોટું


આખો દિવસ ચલાવશો AC તો પણ બિલ આવશે ઓછું, રૂમમાં લગાવી દો આ નાનકડું મશીન


1. જો તમે ફોન ખરીદો તો 4000-5000 mAh બેટરી ધરાવતો જ ફોન ખરીદજો. કારણ કે તેનાથી તમને લાંબા સમય સુધી સ્માર્ટફોન ચલાવવામાં સરળતા થશે. 


2. હંમેશા ફોનમાં સ્ટેબિલાઈઝેશન જોઈને જ ફોન ખરીદવો જોઈએ. કારણ કે તેનાથી વીડિયો બનાવવા ખૂબ જ સરળ થઈ જાય છે. અને તમારે અલગથી સ્ટેબિલાઈઝેશન ખરીદવા માટે પૈસા ખર્ચવા નહીં પડે. 


3. જો સ્માર્ટફોન ફોટોગ્રાફી માટે ખરીદો તો તેમાં સ્ટોરેજ વધારે જ હોવી જોઈએ. કારણ કે વધારે સ્ટોરેજ હોવાથી તમે વધારે ફોટો પણ ક્લીક કરી શકશો અને તમારો ફોન સ્લો પણ નહીં થાય. 


4. જો તમારા ફોનમાં કોડ ફ્લેશ હશે તો તેનાથી તમારી ફોટોગ્રાફી નેક્સ્ટ લેવલ પર પહોંચી જશે, કારણ કે કોડ ફ્લેશની મદદથી તમે રાતના સમયે પણ શાનદાર ફોટોગ્રાફી કરી શકશો. 


5. જો તમે ફોટોગ્રાફી માટે સ્માર્ટફોન ખરીદી રહ્યા છો, તો તે ખાસ ધ્યાન રાખજો કે રિયરમાં ટ્રિપલ કેમેરા સેટઅપની સુવિધા હોય. કારણ કે ટ્રિપલ કેમેરા સેટઅપ સારા ફોટો ક્લીક કરવા માટે ખૂબ જ જરૂરી છે.