નવી દિલ્હી: જો તમે પણ ગેમ્સના શોખીન છો અને તમારા મોબાઇલ પર ગેમિંગ એપ્સ ડાઉનલોડ કરો છો તો તમારે થોડું એલર્ટ રહેવાની જરૂર છે. જોકે માર્કેટમાં મેડ ઇન ઇન્ડિયા FAU-G ગેમ એપ જેવી દેખાતી ઘણી બનાવટી એપ્સ પણ આવી ગઇ છે. જ્યારે રસપ્રદ વાત એ છે કે FAU-G એપ હજુ સુધી રિલીઝ થઇ નથી, તેની ફક્ત જાહેરાત કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગેમ્સના શોખીન લોકો ઘણીવાર એવી એપ્સ દ્વારા છેતરપિંડીનો ભોગ પણ બની જાય છે. ગૂગલ પ્લે સ્ટોર (Google Play Store) પર એવી તમામ ડુપ્લીકેટ એપ્સ છે જેના સકંજામાં આવીને કોઇ પણ સરળતાથી વિશ્વાસ કરીને ડાઉનલોડ  (Download) કરી લે છે અને પછી તેને તેની મોટી કિંમત ચૂકવવી પડી શકે છે. 


ડુપ્લિકેટ ગેમ પ્રયોગ કરી રહ્યા ફૌજીઓની તસવીર
બનાવટી એપ એકદમ અસલી એપની માફક જોવા મળી રહી છે. આ ફેક ફૌજી ગેમ્સમાં FAU-G ની માફક સાઉન્ડ છે અને FAU-G નો  Logo પણ જોવા મળી રહ્યો છે. આ પ્રકારે એપ્સમાં અસલી એપની માફક પોઇન્ટ હોય છે. જાણકારી માટે તમને જણાવી દઇએ કે  FAU-G એપ પણ રિલીઝ થઇ નથી. 
ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube