BGMI Game ને 5 કરોડથી વધુ લોકોએ ડાઉનલોડ કરતા કંપની આપી રહી છે Rewards
Battlegrounds Mobile Indiaની લોકપ્રિયતા સતત વધી રહી છે. આ કારણે ગેમ લોન્ચ થવાના થોડા જ સમય બાદ 5 કરોડથી વધુ ડાઉનલોડનો આંકડો પાર કરી લીધો છે. Krafton કંપનીએ આ અંગેની જાહેરાત કરી. 5 કરોડ ડાઉનલોડ્સનો આંકડો પાર કરતા કંપની તમામ પ્લેયરોને Rewards આપી રહી છે.
નવી દિલ્લીઃ Battlegrounds Mobile Indiaની લોકપ્રિયતા સતત વધી રહી છે. આ કારણે ગેમ લોન્ચ થવાના થોડા જ સમય બાદ 5 કરોડથી વધુ ડાઉનલોડનો આંકડો પાર કરી લીધો છે. Krafton કંપનીએ આ અંગેની જાહેરાત કરી. 5 કરોડ ડાઉનલોડ્સનો આંકડો પાર કરતા કંપની તમામ પ્લેયરોને Rewards આપી રહી છે.
Battlegrounds Mobile India ને ભારતમાં 2 જુલાઈના લોન્ચ કરવામાં આવી હતી. આ ગેમે 5 કરોડથી વધુ ડાઉનલોડનો આંકડો પાર કર્યો છે. ઈનામમાં પ્લેયરોને Galaxy Messenger Set પરમનેન્ટ આઉટફીટ આપવામાં આવી રહ્યું છે. આ સિવાય પ્લેયર્સને અન્ય ઈનામ પણ આપવામાં આવી રહ્યાં છે. આ ગેમ હાલમાં માત્ર એન્ડ્રોઈડ યુઝર્સ માટે ઉપલબ્ધ છે. iOS પ્લેયર્સ આ ગેમની રાહ છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યાં છે. iOS યુઝર્સ માટે આ ગેમ થોડા સમયમાં લોન્ચ થશે. આ અંગે Krafton કંપનીએ કન્ફર્મેશન પણ આપ્યું છે.
Kraftonએ હાલમાં Independence Day Mahotsavની ઘોષણા Battlegrounds Mobile Indiaના પ્લેયર્સ માટે કરી હતી. ગત વર્ષે પણ જ્યારે PUBG મોબાઈલ ઈન્ડિયન વર્ઝનની ઘોષણા કરવામાં આવી રહી હતી, ત્યારે Kraftonએ વચન આપ્યું હતું કે ભારતીય યુઝર્સ માટે એક્સક્લુસિવ ટૂર્નામેન્ટ અને ઈવેન્ટનું આયોજન કરશે.
Independence Day Mahotsavની ઉજવણી કરવી તે આ ગેમનો ભાગ છે. આને ખાસ કરીને ભારતીય પ્લેયર્સ માટે ડિઝાઈન કરવામાં આવી છે. PUBG Mobileનો ગત વર્ષે ભારતમાં પ્રતિબંધ લાગ્યો હતો. ત્યારબાદ કંપની સતત ભારતીય માર્કેટમાં પરત ફરવાનો રસ્તો શોધી રહી હતી. કંપનીએ PUBG Mobileના ભારતીય વેરિયન્ટ Battlegrounds Mobile Indiaને લોન્ચ કરી. આને માત્ર ભારતીય પ્લેયર્સ માટે બનાવવામાં આવી. માત્ર દોઢ જ મહિનામાં આ ગેમને 5 કરોડથી વધુ લોકોએ ડાઉનલોડ કરી છે. તેથી અંદાજો લગાવી શકાય કે આ ગેમ કેટલી લોકપ્રિય છે.