Jio બાદ Airtel ની મોટી જાહેરાત, ગ્રાહકોને એક મહિનો ફ્રી મળશે કોલિંગ અને ડેટા
ભારતી એરટેલ (Bharti Airtel) એ કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા પોતાના ગ્રાહકોને ભેટ આપી છે. કંપનીએ 49 રૂપિયાનું રિચાર્જ પેક ફ્રીમાં આપવાની જાહેરાત કરી છે.
નવી દિલ્હીઃ દિગ્ગજ ટેલીકોમ કંપની ભારતી એરટેલ (Bharti Airtel) એ કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા પોતાના ગ્રાહકોને ભેટ આપી છે. કંપનીએ 49 રૂપિયાનું રિચાર્જ પેક ફ્રીમાં આપવાની જાહેરાત કરી છે. પરંતુ ફ્રી રિચાર્જનો લાભ કંપનીના ઓછી કિંમત વાળા માત્ર 5.5 કરોડ ગ્રાહકોને મળી શકશે. એટલું જ નહીં ગ્રાહક 79 રૂપિયાનું રિચાર્જ કરાવે છે તો તેને કંપની ડબલ બેનિફિટ આપશે. ધ્યાન આપવા જેવી વાત છે કે આ ઓફરનો ફાયદો માત્ર એકવાર મળશે. મહત્વનું છે કે બે દિવસ પહેલા રિલાયન્સ જીયોએ કંઈક આવા પ્રકારની જાહેરાત કરી હતી.
એરટેલનો 49 રૂપિયાવાળો પ્લાન
કંપનીના 49 રૂપિયાવાળા પ્લાનની ખાસ વાત છે કે તેમાં ટોકટાઇમની સાથે ડેટા પણ મળે છે. પ્લાનમાં ગ્રાહકોને 38 રૂપિયાનો ટોકટાઇમ આપવામાં આવે છે, જેના દ્વારા તે કોલ કરી શકે છે. સાથે યૂઝર્સને 100MB ડેટા પણ મળે છે. પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાન એરટેલના કરોડો ગ્રાહકોને ફ્રી મળશે.
આ પણ વાંચોઃ Whats App અને Telegram ને પણ ભૂલી જશો, Gmail App માં આવ્યું શાનદાર Chat feature
એરટેલનો 79 રૂપિયાવાળો પ્લાન
એરટેલનો 79 રૂપિયાવાળો પ્લાન પણ ટોકટાઇમ અને ડેટાની સુવિધા સાથે આવે છે. પ્લાનમાં ગ્રાહકોને 128 રૂપિયાની કિંમતનો ટોકટાઇમ અને 200 એમબી ડેટા આપવામાં આવે છે. ટોકટાઇમ ખતમ થયા બાદ ગ્રાહકો પાસે વોઇસ કોલ માટે 60 પૈસા પ્રતિ મિનિટ વસૂલ કરવામાં આવે છે. આ પ્લાનમાં પણ 28 દિવસની વેલિડિટી મળે છે.
જીયો આપી રહ્યું છે 300 ફ્રી મિનિટ, એક રિચાર્જ પર એક ફ્રી
મહત્વનું છે કે રિલાયન્સ જીયોએ પણ પોતાના જીયોફોન ગ્રાહકો માટે ફ્રી મિનિટ્સની જાહેરાત કરી છે. જીયોફોન ગ્રાહકને કોરોના મહામારી દરમિયાન દર મહિને 300 ફ્રી મિનિટ (દરરોજ 10 મિનિટ) મળશે. આ સિવાય જીયોફોન રિચાર્જ કરાવવા પર તે કિંમતના વધુ એક રિચાર્જને ફ્રી આપવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube