મારુતિ સુઝૂકી એપ્રિલ મહિનામાં લગભગ સમગ્ર નેક્સા લાઈન અપ પર એટ્રેક્ટિવ બેનિફિટ્સ ઓફર કરી રહી છે. જેમાં ગ્રાન્ડ વિતારા, બલેનો અને ફ્રોન્ક્સ જેવા મોડલ સામેલ છે. આ બેનિફિટ્સને કેશ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ ઓફરની સાથે સાથે કોર્પોરેટ લાભ સ્વરૂપે પણ લઈ શકાય છે. આ મહિને ફક્ત Invicto MPV પર બેનિફિટ્સ નથી અપાઈ રહ્યા. આ જાણકારી ઓટોકાર ઈન્ડિયાના હવાલે મળેલી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે આ ડિસ્કાઉન્ટ અલગ અલગ શહેરો પ્રમાણે અલગ અલગ હોય છે. આ સાથે જ સ્ટોકની ઉપલબ્ધતા પણ તેના પર અસર કરે છે. ત્યારે ચોક્કસ જાણકારી મેળવવા માટે તમારા લોકલ ડીલરને જરૂર મળી લેજો. 


Maruti Suzuki Fronx
કંપની ફ્રોન્ક્સના ટર્બો  પેટ્રોલ વેરિએન્ટ પર 68,000 રૂપિયા સુધીનો લાભ આપી રહી છે. જેમાં 15,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ, 30,000 રૂપિયાનું વેલોસિટી એડિશન એક્સેસરી કિટ, 10,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને 13,000 રૂપિયાનો કોર્પોરેટ લાભ સામેલ છે. રેગ્યુલર પેટ્રોલ અને સીએનજી વેરિએન્ટ પર ક્રમશ: 20,000 રૂપિયા અને 10,000 રૂપિયાના બહુ ઓછા ઓવરઓલ બેનિફિટ્સ અપાઈ રહ્યા છે. 


ગ્રાન્ડ વિતારા
ગ્રાન્ડ વિતારા હાઈબ્રિડ પર 79,000 રૂપિયા સુધીનો લાભ મળી શકે છે. જેમાં 25,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ, 50,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને 4,000 રૂપિયા સુધીનું કોર્પોરેટ ઓફર સામેલ છે. આ સાથે જ ગ્રાન્ડ વિતારાના રેગ્યુલર પેટ્રોલ વેરિએન્ટ પર 30,000 રૂપિયાના થોડા ઓછા એક્સચેન્જ બેનિફિટના કારણે 59,000 રૂપિયા સુધીનો ફાયદો ઉઠાવી શકાય છે. 


એ જ રીતે એપ્રિલ મહિનામાં મારુતિ સુઝૂકી Jimny પર 1.50 લાખ રૂપિયા, મારુતિ સુઝૂકી Ignis પર 58,000 રૂપિયા, મારુતિ સુઝૂકી બલેનો પર 53,000 રૂપિયા, Ciaz પર 53,000 રૂપિયા અને મારુતિ સુઝૂકી XL6 પર 20,000 રૂપિયા સુધીની છૂટનો લાભ ગ્રાહકો ઉઠાવી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube