નવી દિલ્હી: Black Friday Sale 2021: હાલ અમેરિકામાં બ્લેક ફ્રાઈડે સેલ ચાલી રહ્યો છે, જ્યાં સૌથી મોંઘા સ્માર્ટફોન ખૂબ સસ્તા ભાવે મળી રહ્યા છે. જેના કારણે ગ્રાહકોને ખુબ જ મોટો ફાયદો જ ફાયદો થઈ રહ્યો છે. થોડા મહિના પહેલા લૉન્ચ થયેલા સ્માર્ટફોન પણ ખૂબ જ સસ્તામાં મળી રહ્યો છે. આખા અમેરિકામાં કેટલીક કંપનીઓ સ્માર્ટ વોચ, ફિટનેસ ટ્રેકર્સ અને TWS ઇયરબડ જેવી એસેસરીઝ સહિતના ઉત્પાદનો પર ભારે ભરખમ ડિસ્કાઉન્ટ અને ડિસ્કાઉન્ટની મહાલૂટ જેવી ઓફર્સ ચલાવી રહી છે. જો તમે અમેરિકામાં છો અને સસ્તામાં સ્માર્ટફોન ખરીદવા માંગો છો, તો આ યોગ્ય તક છે. Apple iPhone 13 અને Google Pixel 6 જેવા સ્માર્ટફોન ખૂબ સસ્તામાં ઉપલબ્ધ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Apple iPhone 13 પર 37 હજારની છૂટ
Apple ઉપકરણોની વાત કરવામાં આવે તો રસ ધરાવતા ગ્રાહકો Verizon Wireless પર Apple iPhonesની ખરીદી પર 500 ડોલર (અંદાજે રૂ. 37 હજાર) સુધીની બચત કરી શકે છે. આ ઑફર iPhone 13, iPhone 12, iPhone 11, iPhone 11 Pro Max, iPhone XR, iPhone X અને iPhone 8 માટે ઉપલબ્ધ છે.


Google Pixel 6 પર ભારે ભરખમ ડિસ્કાઉન્ટ
અમુક ગ્રાહકો Google Pixel સ્માર્ટફોનના દિવાના હોય છે, ત્યારે તેમના માટે પણ એક  ધાસું ઓફર છે. જે ગ્રાહકો Google Pixel 5, Google Pixel 6 અને Google Pixel 6 Pro સ્માર્ટફોનને  Verizon.com પર ખરીદશે તો 700 ડોલર (52 હજાર રૂપિયા) સુધીની બચત કરી શકે છે. આ ઓફર્સ પિક્સલ સ્માર્ટફોન્સની ક્લાઉડી વ્હાઈટ, સ્ટોમી બ્લેક, સોર્ટા સની અને જસ્ટ બ્લેક કલર વેરિયન્ટમાં ઉપલબ્ધ છે.


Apple Watch પર 7 હજાર રૂપિયા સુધીની છૂટ
તેના સિવાય, ગ્રાહકો જે સ્માર્ટફોનની ખરીદી પર ઓફર્સની શોધ કરી રહ્યા છે, તેઓ વેરિજોન ડોટ કોમ પર  Apple Watch 7, Apple Watch 6 અને Apple Watch SE સહિત એપલ વોચની વાઈડ રેન્જ પર 100 ડોલર (લગભગ 7 હજાર રૂપિયા) સુધી બચાવી શકે છે.


Apple iPad પર 26 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ
રિટેલર Verizon.com પર Apple iPad, iPad Pro, iPad mini અને  iPad Airની ખરીદી પર 350 ડોલર (26 હજાર રૂપિયા) સુધીની છૂટ આપી રહ્યા છે. આ યાદીમાં  iPad 9th જનરેશન, iPad Air 4th જનરેશન અને  iPad Pro અન્ય સામેલ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube