વોશિંગ્ટન: બદલતા સમયની સાથે લોકોએ ડિજિટલ યુગમાં પ્રવેશ કર્યો છે. મોબાઇલ, ટેબ, લેપટોપ સહિત દરરોજ નવા ડિવાઇસ લોકોની મુશ્કિલો અને કામને સરળ કરવાનું કામ કરે છે. આ ડિવાઇસ લોકોનું કામ તો આસાન કરી રહ્યા છે, પરંતુ તેના માટે પરેશાનીનું કારણ પણ બની રહ્યું છે. તાજેતરમાં જ એક શોધમાં જાણવા મળ્યું છે કે ડિજિટલ ડિવાઇસોમાંથી નિકળનાર વાદળી રોશની અંધાપાનું કારણ બની શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાદળી પ્રકાશ જોવાથી ઉત્પન્ન થાય છે ઝેરી અણુ
સમાચાર એજન્સી સિન્હુઆના સોમવારના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે અમેરિકાની યૂનિવર્સિટી ઓફ ટોલેડોમાં કરવામાં આવેલા એક રિસર્ચ અનુસાર, સતત વાદળી પ્રકાશ જોવાથી આંખો માટે સંવેદનશીલ કોશિકાઓમાં ઝેરી અણુ ઉત્પન્ન થઇ શકે છે, જે મેક્યુલર વિઘટનનું કારણ બની શકે છે. 


રેટિનાને નુકસાન પહોંચાડે છે વાદળી રોશની
આ અમેરિકામાં અંધાળાપણાના મુખ્ય કારણોમાંથી એક છે. યૂનિવર્સિટીના રસાયણ અને જૈવરસાયણ વિભાગના સહાયક પ્રોફેસર અજિત કરૂણાથનેએ જણાવ્યું હતું કે 'આ કોઇ રહસ્ય નથી કે વાદળી પ્રકાશ જોવાની ક્ષમતાને નુકસાન પહોંચાડે છે. 


અમને આશા છે કે તેનાથી તેને રોકવા માટે દવાઓ બનાવવામાં મદદ મળશે અને નવા પ્રકારના આઇ ડ્રોપ બનાવવામાં આવશે. મેક્યુલર વિઘટનનું મુખ્ય કારણ ફોટોરિસેપ્ટર કોશિકાઓનું મૃત થવું છે. જે પ્રકાશના પ્રતિ સંવેદનશીલ કોશિકાઓ હોય છે. 


(ઇનપુટ: આઇએનએસ)