નવી દિલ્હીઃ જર્મનીની લક્ઝરી મોટરસાઇકલ મેન્યુએક્ચરર BMW મોટરરાડએ ભારતીય બજારમાં પોતાની અપડેટેડ  S 1000 XR ને લોન્ચ કરી છે. કંપનીએ જૂના મોડલની તુલનામાં તેમાં કેટલાક ફેરફાર કર્યાં છે. જેમ કે વર્તમાન મોડલની તુલનામાં તેની ઊંચાઈ 10mm છે. લાંબા અંતર અને વધુ સમય સુધી બાઇક ચલાવવા પ્રમાણે આરામદાયક રાઇડિંગ માટે સીટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેની લંબાઈ અને પહોળાઈને વધારી વધુ આરામદાયક બનાવી દેવામાં આવી છે. બાઈકની એક્સ શો-રૂમ કિંમત 22.5 લાખ રૂપિયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અપડેટેડ BMW S 1000 XR માં નવા કલર ઓપ્શન પણ સામેલ કરવામાં આવ્યા છે. તેમાં કેટલાક નવા અપડેટેડ ગ્રાફિક્સ પણ જોવા મળશે. તેમાં એક ઝડપી ઈન્ટીગ્રેટેડ સ્પ્લિટ LED હેડલાઈટ પણ મળશે. તેની ઉપર એક સ્મોક્ડ વાઇઝર પણ મળે છે. કુલ મળીને એક શાનદાર બોડી વર્ક મળે છે. કંપનીએ પાછલા દિવસોમાં ભારતમાં પોતાની પરફોર્મંસ બાઇક BMW M 1000 XR ને પણ લોન્ત કરી હતી. 


આ પણ વાંચોઃ રિલાયન્સ જિયોનો સૌથી નવો પ્લાન, 1 વર્ષની વેલિડિટી, 912 જીબી ડેટા અને OTT એપ્સ ફ્રી


વાત કરીએ અપડેટેડ BMW S 1000 XR ના ફીચર્સની તો આ સ્પોર્ટ ટૂરરમાં સ્ટાન્ડર્ડ તરીકે લીન-સેન્સેટિવ  ABS, ટ્રેક્શન કંટ્રોલ, ક્રૂઝ કંટ્રોલ અને વ્હીલી કંટ્રોલ જેવા ફીચર્સ મળે છે. બાઇકમાં બ્રેકિંગ માટે ફ્રંટમાં ટ્વિન-ડિસ્ક બ્રેક અને પાછળની તરફ સિંગલ-ડિસ્ક સેટઅપથી લેસ છે. વૈકલ્પિક M પેકેજની સાથે બાઇકને કસ્ટમાઇઝ કરી શકાય છે.


આ બાઇકમાં અપડેટેડ  999 cc, ઇનલાઇન-ફોર સિલિન્ડર એન્જિન આપ્યું છે, જે 11,000rpm પર 168bhp નો પાવર અને 9,250rpm પર  114Nm નો ટોર્ક આપે છે. તેને બે-તરફ ક્વિકશિફ્ટરની સાથે 6-સ્પીડ ગિયરબોક્સથી જોડ્યું છે અને 4 રાઇડ મોડ-રેન, રોડ, ડાયનામિક અને ડાયનામિક પ્રોથી લેસ છે. આ બાઇકની ટોપ સ્પીડ 253Km/h છે. તો 0-100Km/h ની સ્પીડ માત્ર 3.25 સેકેન્ડમાં પકડી લે છે.