નવી દિલ્હીઃ BOULT AUDIOએ ભારતમાં પોતાના TRUE WIRELESS STEREO ઈયરબડ્સ AIRBASS Q10ને લોન્ચ કર્યા છે. આમાં સ્માર્ટફોન, ગેમિંગ અને મૂવીઝ જોવા માટે લો લેટેંસીનો સપોર્ટ આપવામાં આવ્યો છે. સાથે જ આ ઈયરબડ્સમાં ગ્રાહકોને 24 કલાકનો બેટરી બેકઅપ મળે છે. BOULT AUDIO AIRBASS Q10 TWSની કિંમત ભારતમાં 1299 રાખવામાં આવી છે. ગ્રાહકો AMAZONમાં ડ્યુઅલ ટોન બ્લેક અથવા વ્હાઈટ કલર્સમાં ખરીદી શક્શે. ગ્રાહકોને આ સાથે જ 1 વર્ષની સ્ટાન્ડર્ડ વોરેન્ટી મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AIRBASS Q10 TWSના ફીચર્સ-
આ ઓડિયો ડિવાઈસને લાઈટવેટ મટીરિયલથી બનાવવામાં આવ્યું છે. વોટર અને સ્વેટ રેસિસ્ટન્સ સાથે આમાં IPX5 રેટિંગ આપવામાં આવી છે. AIRBASS Q10 TWSમાં ડાયનામિક ડ્રાઈવર્સ આપવામાં આવ્યા છે. કનેક્ટિવિટી માટે આમાં બ્લુટુથ 5.0નો સપોર્ટ છે. AIRBASS Q10માં ઈન્સટન્ટ પેરિંગ ફીચર આપવામાં આવ્યું છે. તેવામાં ડિવાઈસને ઓપન કરતાની સાથે જ સ્માર્ટફોન સાથે પેર થઈ જાય છે. આ ઈયપૃરબડ્સ લો-લેટેન્સી ઓડિયો ઓફર કરે છે.


સાથે જ કંપનીનો દાવો છે કે સિંગલ ચાર્જમાં આ ઈયરબડ્સને 6 કલાક સુધી ચલાવી શકાશે. સાથે જ ચાર્જિંગ કેસ સાથે ઈયરબડ્સને 4 વાર ફાસ્ટ ચાર્જ કરી શકાશે. તેવામાં કેસ સાથે ગ્રાહકોને કુલ 24 કલાક બેટરી બેકઅપ મળશે. AIRBASS Q10 મોનો બડ્સનો મોનોબડ્સ તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. મોનોબડ ફીચર હોવાથી બેટરીને બચાવવામાં મદદ મળે છે. સાથે જ આ બડ્સમાં ટચ કંટ્રોલ્સ આપવામાં આવ્યા છે. જેની મદદખી કોલ્સ, મ્યુઝિક અને ઓડિયો વોલ્યુમને કંટ્રોલ કરી શકાય છે. સાથે જ વોઈસ આસિસ્ટન્સને પણ એક્ટિવેટ કરી શકાય છે.