નવી દિલ્હી: ભારતીય સેના પોતના શૌર્ય માટે જાણિતી છે અને કોઇપણ સ્થિતિનો સામનો કરવા મઍટે સેના પુરી રીતે સક્ષમ અને તૈયાર છે. વિષમ પરિસ્થિતિઓમાં કોઇપણ રાહ મુશ્કેલી સેનાનો માર્ગ રોકી શકતી નથી. તેનું ઉદાહરણ તાજેતરમાં જ બીએસએફ એટલે કે બોર્ડર સિક્યોરિટી ફોર્સે આપ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હિમાચલના પ્રવાસે છે અને તેમની સામે સેનાના જવાનોએ કરતબ કર્યું છે. અહીં બીએસએફના જવાનોએ એક વીડિયો જાહેર કરીને બતાવ્યું કે કઇ રીતે રસ્તો બંધ હોવાથી સેનાએ આખી Maruti Gypsy ને ફક્ત બે મિનિટમાં પુરી રીતે ડિસ્મેંટલ કરી ફરી એસેંબલ કરી છે. 


માત્ર 1 મિનિટ 57 સેકન્ડમાં કરતબ
બીએસએફ દ્રારા જાહેર કરવામાં આવેલા આ વીડિયોમાં સામે આવ્યું છે કે માર્ગમાં વિઘ્ન આવતાં કેવી રીતે જવાનોએ મારૂતિ જિપ્સીના સ્પેરપાર્ટ અલગ કર્યા, ફરી તે સ્પેરપાર્ટને બેરિયરની પાર લઇ ગયા અને માત્ર 1 મિનિટ 57 સેકન્ડમાં આખી જિપ્સી એસેંબલ કરી દીધી. લાંબા સમય સુધી સાથ નિભાવ્યા બાદ ભારતીય સેના મારૂતિ જિપ્સીનો વિકલ્પ શોધી રહી છે જે આટલો દમદાર અને મજબૂત હોય. મારૂતિ સુઝુકી એ લાંબા સમય પહેલાં આ એસયુવીનું ઉત્પાદન ભારતમાં બંધ કરી દીધું છે પરંતુ ભારતીય સેના માટે કંપની અત્યાર સુધી આ કારનું ઉત્પાદન 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube