નવી દિલ્હીઃ સસ્તા રિચાર્જ પ્લાનના નામ પર ટેલીકોમ કંપનીઓની પાસે પ્લાનનં એક લાંબુ લિસ્ટ હાજર છે. પરંતુ કિંમતના મામલામાં સરકારી કંપની બીએસએનએલને જિયો, એરટેલ કે વોડાફોન-આઇડિયામાંથી લગભગ કોઈ કંપની ટક્કર આપી શકે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અહીં અમે તમને બીએસએનએલના આવા પ્લાન વિશે માહિતી આપી રહ્યાં છીએ, જે 110 રૂપિયાથી ઓછી કિંમતમાં 50 દિવસની વેલિડિટી ઓફર કરે છે. માત્ર વેલિડિટી જ નહીં આ પ્લાનમાં યૂઝર્સને ડેટા અને કોલિંગની સુવિધા પણ મળે છે. પ્લાનની કિંમત 107 રૂપિયા છે. આ પ્લાન તે લોકો માટે ખાસ રહી શકે છે, જે ઓછી કિંમતમાં પોતાના નંબરને ચાલુ રાખવા ઈચ્છે છે. 


આ પણ વાંચોઃ Jio નો સૌથી દમદાર પ્લાન, માત્ર 395 રૂપિયામાં 84 દિવસની વેલિડિટી, ડેટા-કોલિંગનો પણ ફાયદો


BSNL નો 107 રૂપિયાવાળો પ્લાન
બીએસએનએલે 107 રૂપિયાના રિચાર્જને પોતાની વેબસાઇટ પર પ્લાન એક્સટેન્શનની કેટેગરીમાં રાખ્યો છે. આ રિચાર્જમાં તમને 50 દિવસની વેલિડિટી આપવામાં આવે છે. ઈન્ટરનેટ માટે તેમાં ત્રણ જીબી ડેટા અને કોલિંગ માટે 200 મિનિટ્સ મળે છે. આ સિવાય 50 દિવસ માટે બીએસએનએલ ટ્યૂન્સની પણ સુવિધા ફ્રી મળે છે. 


Jio ના પ્લાન સામે ટક્કર
જો રિલાયન્સ જિયોની વાત કરીએ તો તેની પાસે આ કિંમત રેન્જમાં 155 રૂપિયાનો પ્લાન આવે છે. આ પ્લાનમાં માત્ર 28 દિવસની વેલિડિટી સાથે બે જીબી ડેટા મળે છે. તેમાં અનલિમિટેડ વોઇસ કોલિંગ અને 300 એસએમએસ આપવામાં આવે છે. આ સાથે જિયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન આપવામાં આવે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube