BSNL નો પૈસા વસુલ Recharge Plan.. ઓછા ખર્ચે મળશે વધારે વેલિડિટી, કોલિંગ બેનિફિટ અને ઘણું બધું
BSNL Recharge Plan: સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલ તેના સસ્તા ટેરિફ પ્લાન માટે જાણીતી છે. આજે તમને આ કંપનીના આવા જ એક જોરદાર પ્લાન વિશે જણાવીએ. Bsnl નો આ પ્લાન એવો છે જે ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં ધમાલ બચાવી રહ્યો છે. આ પ્લાનના કારણે જીઓ એરટેલ યુઝર્સની ઊંઘ ઊડી ગઈ છે.
BSNL Recharge Plan: થોડા સમય પહેલા જ દેશની પ્રાઇવેટ ટેલિકોમ કંપનીઓએ પોતાના ટેરિફ પ્લાનના ભાવ વધારી દીધા હતા. જેમાં સૌથી પહેલા jio ના રિચાર્જ પ્લાન ના ભાવ વધ્યા હતા. ત્યાર પછી એરટેલ અને vodafone idea એ પણ પ્રાઈઝમાં વધારો કર્યો. રિચાર્જ પ્લાનના વધતા ભાવના કારણે યુઝર્સને ઝટકો લાગ્યો હતો. જેના કારણે યુઝર અલગ અલગ કંપનીના સસ્તા રિચાર્જ પ્લાન શોધવા લાગ્યા હતા. જેમાં bsnl કંપનીનો આ પ્લાન ફાવી ગયો. સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલ લોકોને એક એવો ઓપ્શન આપે છે જેમાં યુઝર્સને ઓછી કિંમતે વધારે ફાયદા મળે છે.
આ પણ વાંચો: Light Bill: લાઈટ બિલ અડધું થઈ જશે, શિયાળામાં ફ્રીજ વાપરતી વખતે આ ટીપ્સ ફોલો કરજો
Bsnl નો પૈસા વસૂલ પ્લાન
Bsnl પોતાના યુઝરને અલગ અલગ પ્રાઇઝ રેન્જમાં અલગ અલગ રિચાર્જ પ્લાન ઓફર કરે છે. આ રિચાર્જ પ્લાનના અલગ અલગ બેનિફિટ હોય છે. જો તમે બીએસએનએલ કંપનીના પોર્ટફોલિયોને ધ્યાનથી જોશો તો તમને એક એવો સસ્તો પ્લાન દેખાશે જેની કિંમત માત્ર 108 રૂપિયા છે અને તેમાં પણ યુઝરને અનેક બેનિફિટ મળે છે.
આ પણ વાંચો: ઈશા અંબાણી મોંઘા બ્યુટી પ્રોડક્ટથી નહીં આ ફેસપેકથી વધારે છે ત્વચાની સુંદરતા
108 રૂપિયાનો રિચાર્જ પ્લાન
Bsnl કંપનીનો આ સૌથી સસ્તો રિચાર્જ પ્લાન યુઝર્સને ખૂબ પસંદ પડે છે. 108 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં 28 દિવસની વેલીડીટી આવે છે. વેલીડીટી દરમિયાન યુઝરને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. જે અંતર્ગત તમે કોઈપણ નેટવર્કમાં ઈચ્છા પડે એટલા કોલ કરી શકો છો.
આ રિચાર્જ પ્લાનમાં ડેટામાં યુઝરને રોજ 1GB ડેટા મળે છે. આ ડેટા યુઝ થઈ જાય પછી પણ યુઝર ઇન્ટરનેટ વાપરી શકે છે. 1GB ડેટા યુઝ થયા પછી ઇન્ટરનેટની સ્પીડ 40 kbps ની થઈ જાય છે.
આ પણ વાંચો: ગુજરાતની ખરી સુંદરતાને જોવી હોય તો સુરત, અમદાવાદ નહીં દરિયા કાંઠે આવેલી આ જગ્યા જુઓ
જીઓ કરતા પણ સસ્તો પ્લાન
Bsnl કંપનીનો આ પ્લાન અન્ય કંપનીઓના સેમ વેલીડીટીના પ્લાન કરતા સૌથી સસ્તો છે. Jio કંપનીની જ વાત કરીએ તો jio કંપનીનો રોજના 1GB ડેટાનો પ્લાન 209 રૂપિયાનો છે જેની વેલીડીટી પણ 22 દિવસની જ છે. તેની સરખામણીએ bsnl નો આ પ્લાન 108 રૂપિયાનો છે જેમાં યુઝરને 101 રૂપિયાનો ફાયદો થાય છે અને વેલીડીટી પણ jio ના પ્લાન કરતા વધારે મળે છે.