BSNL Best Plan: BSNL હાલ ચર્ચામાં છે. કારણ કે BSNL અન્ય ટેલીકોમ કંપનીઓની સરખામણીમાં સસ્તા પ્લાન આપે છે. જિયો, એરટેલ જેવી કંપનીઓ એક તરફ રિચાર્જ પ્લાનના ભાવ વધારી રહી છે તો BSNL એક પછી એક સસ્તા પ્લાન લોન્ચ કરી રહી છે. BSNL ના રિચાર્જ પ્લાનની કિંમતો ઓછી હોય છે અને બેનીફીટ વધારે હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: ભેજના કારણે ચોખા, દાળ કે ઘઉંમાં પડેલી જીવાત કાઢવા ટ્રાય કરો આ 5 માંથી કોઈ 1 ઉપાય


તાજેતરમાં જ airtel, jio અને Vi જેવી કંપનીઓએ પોતાના જૂના પ્લાનના ભાવ વધારી દીધા છે. આ પ્લાન 28 કે 30 દિવસની વેલીડીટી સાથે આવે છે. તેની સામે bsnl એ એક નવો પ્લાન રજૂ કર્યો છે જેમાં સૌથી વધારે 45 દિવસની વેલીડીટી મળે છે અને તેમના ભાવ અન્ય કંપનીઓ કરતા ઓછા છે. Bsnl ના આ પ્લાન વિશે જાણીને અનેક લોકો bsnl માં નંબર પોર્ટ કરાવી રહ્યા છે. 


આ પણ વાંચો: Juices: પેટ, કમર અને સાથળની ચરબી મીણની જેમ ઓગળવા લાગશે, રોજ સવારે પીવા લાગો આ જ્યુસ


Bsnl ના જે સસ્તા પ્લાન વિશે વાત થઈ રહી છે તે એટલો જોરદાર છે કે Bsnl ના યુઝર્સની સંખ્યા વધી રહી છે. Bsnl ના 4g નેટવર્ક પણ અલગ અલગ જગ્યાએ વધી રહ્યા છે જેના કારણે લોકો Bsnl માં પોર્ટ કરાવવાનું મન બનાવી રહ્યા છે. 


આ પણ વાંચો: Kitchen Tips: વરસાદી વાતાવરણમાં ખાંડમાં મુકો આ 5 માંથી કોઈ 1 વસ્તુ, ભેજ નહીં લાગે


Bsnl ના આ 45 દિવસના વેલીડીટીના પ્લાનમાં યુઝરને 90 GB ડેટા મળે છે. એટલે કે રોજના 2 GB ડેટા યુઝરને મળે છે. આ પ્લાન એવા લોકો માટે બેસ્ટ છે જેમને વધારે ડેટાની જરૂર પડે છે. Bsnl નો આ પ્લાન 249 રૂપિયાનો છે.. આ વાત ધ્યાનમાં રાખો કે આ પ્લાન એવા લોકો માટે 249 નો છે જેઓ પહેલી વખત bsnl માં પોર્ટ કરી રહ્યા છે. જો તમે બીજા નેટવર્કમાંથી bsnl માં આવી રહ્યા છો. તો આ પ્લાન તમારા માટે બેસ્ટ છે કારણ કે તેમાં સૌથી વધુ વેલીડીટી, સૌથી વધુ ડેટા અને ફ્રી કોલિંગના ફાયદા મળે છે.