BSNL Prepaid Plan: BSNL દેશની એકમાત્ર સરકારી ટેલિકોમ કંપની છે જે પોતાના સસ્તા રીચાર્જ પ્લાન માટે પ્રખ્યાત છે. દેશભરમાં BSNL યુઝર્સની સંખ્યા આજે પણ કરોડોમાં છે. BSNL ના રિચાર્જ પ્લાન હવે વધારે ચર્ચામાં છે કારણ કે પ્રાઇવેટ ટેલિકોમ કંપનીઓ પોતાના રિચાર્જ પ્લાન મોંઘા કરી રહી છે. આ સિચ્યુએશનમાં પણ BSNL તેના યુઝર્સને કેટલાક સસ્તા અને વધારે ફાયદા કરાવતા પ્લાન ઓફર કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BSNL નો સૌથી પોપ્યુલર પ્લાન 


આ પણ વાંચો: Jio નો સૌથી સસ્તો 75 રૂપિયાવાળો પ્લાન, 23 દિવસની વેલિડિટી સાથે મળશે ઘણું બધું


BSNL પોતાના યુઝર્સને 485 રૂપિયાનો એક આકર્ષક રીચાર્જ પ્લાન ઓફર કરે છે. આ રિચાર્જ પ્લાનની વેલીડીટી 82 દિવસની છે અને તેમાં અનલિમિટેડ ડેટા સહિતના અનેક બેનિફિટ મળે છે. આ પ્રાઇઝ રેન્જમાં BSNL સિવાય અન્ય કોઈ જ કંપની આટલી વેલીડીટી સહિતની સુવિધા સાથે રિચાર્જ પ્લાન ઓફર નથી કરતી. જેના કારણે BSNL નો આ પ્લાન સૌથી વધારે પોપ્યુલર છે. 


આ પણ વાંચો: BSNL નો સૌથી સસ્તો પ્લાન, 91 રૂપિયામાં મળશે 2 મહિનાની વેલિડિટી સાથે અઢળક ફાયદા


BSNL ના રિચાર્જ પ્લાનના ફાયદા 


- આ પ્લાનમાં વેલીડીટી સૌથી વધારે એટલે કે 82 દિવસની છે. એટલે કે યુઝરને લાંબા સમય સુધી અનલિમિટેડ ડેટા સહિતની સેવા મળશે. 


- આ રિચાર્જ પ્લાનમાં યુઝરને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે એટલે કે તમે કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગનો લાભ લઈ શકો છો. 


આ પણ વાંચો: Reliance Jio: જલસા કરો... હવે Jio ના આ સસ્તા પ્લાન સાથે મળશે OTT એપ્સના સબસ્ક્રિપ્શન


- આ રિચાર્જ પ્લાનમાં સૌથી મહત્વનું છે કે યુઝરને રોજ 1.5 GB ડેટા મળે છે. જે દૈનિક ઇન્ટરનેટ ઉપયોગ માટે પૂરતો છે. 


- આ રિચાર્જ પ્લાનમાં રોજ યુઝરને 100 SMS ફ્રી મોકલવાની સુવિધા પણ મળે છે. 


BSNL નો આ રિચાર્જ પ્લાન એવા લોકો માટે બેસ્ટ ઓપ્શન છે જેવો વધારે વેલીડીટી વાળા પ્લાન શોધતા હોય છે. સાથે તેમના નિયમિત રીતે ઇન્ટરનેટ અને કોલિંગનો લાભ તો મળે જ છે. અન્ય ટેલિકોમ કંપનીઓના પ્લાનની સરખામણીમાં આ પ્રાઈઝ રેન્જમાં BSNL નો આ પ્લાન સૌથી વધારે પોપ્યુલર છે.