બીએસએનએલે એક મોટી પહેલ કરી છે જેમાં લદાખના આંતરિયાળ વિસ્તારોમાં 4જી નેટવર્કને 14,500  ફૂટથી પણ વધુ ઊંચાઈ સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પહેલેથી 'અલગ થલગ' રહેલા વિસ્તારોને જોડી રહ્યું છે. અને ઈન્ડસ્ટ્રીના મોટા ખેલાડી ગણાતા મુકેશ અંબાણીની રિલાયન્સ જિયોને પણ ટક્કર આપી રહ્યું છે. જે પોતાની એગ્રેસિવ માર્કેટ સ્ટ્રેટેજી માટે જાણીતું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારની મદદથી આગળ નિકળ્યું
કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ખુલાસો કર્યો છે કે દેશભરમાં અત્યાર સુધીમાં 35 હજારથી વધુ 4 જી ટાવર ઈન્સ્ટોલ થઈ ચૂક્યા છે. જૂન 2025 સુધીમાં 1 લાખ ટાવર લગાવવાનો ટાર્ગેટ છે. આ માટે સરકારે તેમની મદદ કરી છે. સરકારે 6 હજાર કરોડ રૂપિયાની મદદ કરી છે. જેનાથી બીએસએનલ ઝડપથી આગળ વધી રહ્યું છે. કનેક્ટિવિટી પર બીએસએનએલનું ખાસ ફોકસ છે. તેનું નેટવર્ક અરુણાચલ પ્રદેશના મલાપુથી લઈને લદાખના ફોબ્રાંગ સુધી ફેલાયેલું છે. 


ઝડપથી વધી રહ્યા છે સબસ્ક્રાઈબર્સ
બીએસએનએલ જે કરી રહ્યું છે તેને જોઈને દેશની ટોપની ટેલિકોમ કંપનીઓ પર સ્તબ્ધ છે. એરટેલ, જિયો અને વી જેવી મોટી કંપનીઓએ હાલમાં જ પોતાના મોબાઈલ રિચાર્જ પ્લાનના ભાવ વધાર્યા છે. તેનાથી કઈક અજીબ થયું છે, અનેક લોકો  બીએસએલ તરફ ભાગતા જોવા મળી રહ્યા છે. કારણ કે તેના  ભાવ ઓછા છે અને સેવા સારી છે. ટ્રાઈના આંકડાઓ મુજબ બીએસએનએલે જુલાઈ 2024માં જ 29.4 લાખ નવા ગ્રાહકો બનાવી લીધા, જ્યારે બાકી કંપનીઓના ઘટી ગયા. 


મુકેશ અંબાણી હવે શું કરશે?
બીએસએનએલનું 4જી નેટવર્ક સમગ્ર દેશમાં ફેલાઈ રહ્યું છે. પરંતુ સવાલ એ છે કે શું જિયો તેનો મુકાબલો કરી શકશે? દૂરસંચાર ક્ષેત્ર ઝડપથી બદલાઈ રહ્યું છે. મુકેશ અંબાણીનું આગામી પગલું માત્ર જિયોના ભવિષ્યને જ નહીં પરંતુ ભારતમાં દૂરસંચારના  ભવિષ્યને પણ નક્કી કરી શકે છે કારણ કે બીએસએનલ કનેક્ટિવિીટના મામલે ઘણું આગળ વધી રહ્યું છે.