BSNL Recharge Plan: દેશની સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલએ પોતાના યુઝર્સ માટે એક નવો રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનની વેલિડિટી 365 દિવસની છે. BSNL એ પોતાના યુઝર્સ માટે એક વર્ષની વેલિડિટી સાથે આવતો સસ્તો પ્લાન લોન્ચ કર્યો છે. દેશમાં ખાનગી ટેલિકોમ કંપનીઓએ થોડા સમય પહેલા રિચાર્જની કિંમતમાં વધારો કર્યો હતો. ત્યારબાદ લોકો બીએસએનએલ તરફ આકર્ષિત થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BSNL નો સૌથી સસ્તો પ્લાન
તમને જણાવી દઈએ કે BSNL ના આ રિચાર્જ પ્લાનની કિંમત 1198 રૂપિયા છે. આ રિચાર્જ પ્લાનની વેલિડિટી 365 દિવસ એટલે કે 12 મહિનાની છે. આ પ્લાનના બેનિફિટ્સની વાત કરીએ તો તેમાં યુઝર્સને દેશભરમાં કોઈપણ નેટવર્ક પર કોલ કરવા માટે દર મહિને 300 ફ્રી મિનિટ આપવામાં આવે છે. આ સિવાય પ્લાનમાં લોકોને દર મહિને  3GB હાઈ સ્પીડ 3G/4G ડેટા મળે છે. આ પ્લાનમાં યુઝર્સને દર મહિને 30 ફ્રી એસએમએસની પણ સુવિધા મળે છે. 


સસ્તો થઈ ગયો પ્લાન
નવા પ્લાનને લોન્ચ કરવાની સાથે બીએસએનએલએ પોતાના 365 દિવસની વેલિડિટીવાળા એક પ્લાનની કિંમત ઘટાડી છે. આ પ્લાનની કિંમત કંપનીએ 100 રૂપિયા ઘટાડી છે. તેના બેનિફિટ્સની વાત કરીએ તો કંપનીના આ પ્લાનમાં લોકોને અનલિમિટેડ વોઇસ કોલિંગની સુવિધા મળે છે. તેમાં યુઝર્સને કુલ 600GB ડેટા કોઈ લિમિટ વગર મળે છે. સાથે પ્લાનમાં ડેલી 100 ફ્રી એસએમએસ પણ આપવામાં આવે છે. આ પ્લાનની કિંમત પહેલા 1999 રૂપિયા હતી, જેને ઘટાડી 1899 રૂપિયા કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે આ પ્લાન તેવા લોકો માટે ઉપયોગી સાબિત થઈ રહ્યો છે, જે પોતાના સિમને એક્ટિવ રાખવા ઈચ્છે છે.