Cheapest Recharge Plan: જ્યારથી જીયો, એરટેલ સહિતની ટેલિકોમ કંપનીઓએ પોતાના રિચાર્જના પ્લાન ના ભાવ વધારી દીધા છે ત્યારથી લોકો રિચાર્જ પ્લાનમાં સસ્તા ઓપ્શન શોધવા લાગ્યા છે. આજ કારણ છે કે સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલ તરફ લોકોનો રસ વધ્યો છે. તાજેતરના એક રિપોર્ટ અનુસાર સપ્ટેમ્બર મહિનામાં જીયો કંપનીએ 80 લાખ યુઝર્સને ગુમાવ્યા. તેની સામે bsnl સાથે 8.5 લાખ યુઝર જોડાયા. Bsnl તરફ લોકો આગળ વધી રહ્યા છે તેનું સૌથી મોટું કારણ તેના સસ્તા રિચાર્જ પ્લાન છે. Bsnl કંપની પણ ગ્રાહકોને આકર્ષિત કરવા માટે નવા નવા સસ્તા રિચાર્જ પ્લાન લાવતી રહે છે. 108 રૂપિયાનો રિચાર્જ પ્લાન જેની વેલીડીટી એક મહિનાની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 'ફ્રેન્ડશીપ કરવી છે..?' ટેલીગ્રામમાં આવેલો આ મેસેજ બેંક અકાઉન્ટ કરી દેશે ખાલી


Bsnl નો 108 રૂપિયાનો રિચાર્જ પ્લાન 


Bsnl કંપની તેના ગ્રાહકોને લાભ થાય તે માટે નવો રિચાર્જ પ્લાન લાવી છે. જેની કિંમત ફક્ત 108 રૂપિયા છે. વેલીડીટી 28 દિવસની છે. આ રિચાર્જ પ્લાન અપડેટ કરાવ્યા પછી તમે કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગનો ફાયદો ઉઠાવી શકો છો. આ ઉપરાંત તમને 28 GB ડેટા મળે છે એટલે કે રોજનો 1 GB ડેટા ઉપયોગ કરવા માટે મળે છે. આ સાથે જ 28 દિવસ માટે 500 SMS પણ ફ્રી મળે છે. 


આ પણ વાંચો: આધારકાર્ડ પર સિનિયર સિટીઝનને મળશે 5 લાખનો ફ્રી હેલ્થ વીમો, ઘરે બેઠા કરો આવેદન


108 રૂપિયાનો આ રિચાર્જ પ્લાન bsnl ના નવા ગ્રાહકો માટે છે જેઓ તાજેતરમાં જ bsnl નું સીમકાર્ડ ખરીદી રહ્યા છે. એટલે કે જ્યારે કોઈ નવો ગ્રાહક બીએસએનએલ નું સીમકાર્ડ ખરીદે છે તો તેને 108 રૂપિયાના રિચાર્જ પ્લાન નો ફાયદો મળે છે. Bsnl નું સીમકાર્ડ એક્ટિવ થશે ત્યારે આ રિચાર્જ કરવાનું રહેશે અને 28 દિવસ સુધી રિચાર્જ પ્લાન ના અનલિમિટેડ ફાયદા ગ્રાહક ઉઠાવી શકશે. 


આ પણ વાંચો: Light Bill: લાઈટ બિલ અડધું થઈ જશે, શિયાળામાં ફ્રીજ વાપરતી વખતે આ ટીપ્સ ફોલો કરજો


Bsnl કંપનીનો આ રિચાર્જ પ્લાન અન્ય કંપની જેમ કે jio, airtel અને vi ના રિચાર્જ પ્લાન કરતા ખૂબ જ સસ્તો છે. આ કંપની આટલા સસ્તા પ્લાન આપી રહી નથી. સસ્તા રીચાર્જ પ્લાનના કારણે જ લોકો મોટી સંખ્યામાં bsnl તરફ વધી રહ્યા છે અને કંપનીના યુઝર્સની સંખ્યા વધી રહી છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)