નવી દિલ્હી: જો તમે પણ બીએસએનએલ (BSNL) કસ્ટમર છો તો આ સમાચાર તમારા માટે કામના છે. જોકે રિલાયન્સ જિયો (Reliance Jio) બાદ બીએસએનએલ પણ ટેલિકોમ માર્કેટમાં ધમાલ મચાવવાના મૂડમાં છે. બીએસએનએલ કસ્ટમર બેસ વધારવા માટે જિયોના માર્ગે ચાલવાનું પ્લાનિંગ કરી રહી છે. કંપની દ્વારા શરૂ કરવામાં આવનાર ઓફર્સનો ફાયદો નવા અને જૂના બંને ગ્રાહકોને મળશે. જોકે બીએસએનએલે ડિસેમ્બરમાં પોતાના નવા અને જૂના લેન્ડલાઇન, બ્રોડબ્રેંડ વાઇ-ફાઇ ગ્રાહકો માટે કેશબેક ઓફર શરૂ કરી હતી, જેની વેલિડિટી 21 ડિસેમ્બર સુધીની હતી. આ ઓફરને હવે 31 માર્ચ સુધી વધારી દેવામાં આવી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Tata Altroz EV ફક્ત 1 કલાકમાં થઇ જશે ચાર્જ અને દોડશે 300 Km


પ્રાપ્ત રકમ એકાઉન્ટમાં થશે ટ્રાંસફર
બીએસએનએલના આ કેશબેક ઓફરમાં જે પણ રકમ મળશે તેને ગ્રાહકોના એકાઉન્ટમાં ટ્રાંસફર કરી દેવામાં આવશે. આ રકમનો ઉપયોગ ગ્રાહક ઇચ્છે તો આગામી રિચાર્જ માટે કરી શકે છે. કંપનીના ટ્વિટર હેંડલ પરથી મળેલી માહિતી અનુસાર આ ઓફર દરેક ગ્રાહકોને મળશે. આ ઓફરમાં ગ્રાહકોને 25 ટકાનું કેશબેક મળશે. 

તમારા ઇશારે કામ કરશે SBI નું ડેબિટ કાર્ડ, ઇચ્છો તો e-Commerce ને કરી શકો છો બ્લોક


આ રીતે કરો સબ્સક્રાઇબ
કંપનીની ઓફરના ઇન્ફોર્મેશન સ્પેસ પર જ્યારે ગ્રાહક Agree બટન પર ક્લિક કરે છે તો એક વિંડો ઓપન થશે. આ વિંડોમાં તમારે તમારો સબ્સક્રાઇબર આઇડી આપવો પડશે. જાગરણના સમાચાર અનુસાર આ આઇડી યૂજરનો લેંડલાઇન અથવા ફાઇબર ટૂ ધ હોમ બ્રોડબેંડ કનેક્શન નંબર હશે. ત્યારબાદ તમારો રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP (વન ટાઇમ પાસવર્ડ) મળશે. તે નોંધતા બાકી જાણકારીઓ અને પ્રક્રિયા દેખાડે છે. જો તમે આ કેશબેક પ્લાન માટે સબ્સક્રાઇબ કરવા માંગો છો તો સબમિટ બટન પર ક્લિક કરી શકો છો. આ ઓફર દેશભરમાં લાગૂ છે.