માત્ર 299 રૂપિયામાં 100GB ડેટા, BSNL ના પ્લાનની Jio અને Airtel સાથે ટક્કર
દેશની જાણીતી નેટવર્ક પ્રોવાઇડર કંપની બીએસએનએલ ઘણા બ્રોડબેન્ડ પ્લાન રજૂ કરે છે અને આ કિંમતમાં જીયો પણ બ્રોડબેન્ડ પ્લાન રજૂ કરે છે. અમે અહીં તમને સરકારી કંપનીના નવા પ્લાનની માહિતી આપવાના છીએ.
નવી દિલ્હીઃ સરકારની માલિકીવાળી નેટવર્ક પ્રોવાઇડર કંપની Bharat Sanchar Nigam Limited (BSNL) એ નવો DSLબ્રોડબેન્ડ પ્લાન લોન્ચ કર્યો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર આ પ્લાનની શરૂઆતી કિંમત 299 રૂપિયા છે. આ સિવાય માહિતી મળી છે કે કંપનીએ અન્ય બ્રોડબેન્ડ પ્લાન પણ રજૂ કર્યો છે, જેની કિંમત 399 રૂપિયા અને 555 રૂપિયા છે. અહીં અમે તમને બીએસએનએલના આ રિચાર્જ પ્લાનમાં શું ખાસ છે અને તેના ફીચર્સ કેવા છે તેની માહિતી આપીશું.
BSNL નો 299 રૂપિયાવાળો બ્રોડબેન્ડ પ્લાનઃ આ પ્લાન 100GB CUL ના નામથી પણ ઓળખવામાં આવે છે. આ પ્લાનમાં 100 જીબી ડેટા મળે છે, જેની સ્પીડ 10Mbps હોય છે જે બાદમાં ઘટીને 2Mbps સુધી થઈ જાય છે. પરંતુ આ પ્લાન માત્ર છ મહિના માટે પ્રમોશનલ પીરિયડ સુધી ઉપલબ્ધ છે. ત્યારબાદ યૂઝર્સે 399 રૂપિયાવાળા બ્રોડબેન્ડ પ્લાનમાં સ્વિચ કરવું પડશે.
આ પણ વાંચોઃ એન્ડ્રોઈડ ફોનમાં આવી રીતે વાંચો DELETE કરાયેલાં WhatsApp Messages
BSNL એ 555 રૂપિયાવાળો Broadband Plan પણ રજૂ કર્યો છે. આ બ્રોડબેન્ડ પ્લાનમાં 500GB ડેટા મળે છે, જેની સ્પીડ 10Mbps હોય છે. ડેટા પૂરો થયા બાદ સ્પીડ ઘટીને 2Mbps સુધી થઈ જાય છે. બીએસએનએલના 299 રૂપિયાવાળા અને 555 રૂપિયાવાળા પ્લાન નવા યૂઝર્સ અને હાલના યૂઝર્સ બન્ને ખરીદી શકે છે.
જે ગ્રાહક 299 રૂપિયાનો પ્લાન અને 299 રૂપિયાનો બ્રોડબેન્ડ પ્લાન ખરીદવાનું વિચારી રહ્યાં છે તેણે સિક્યોરિટી ડિપોઝિટ તરીકે 500 રૂપિયા જમા કરાવવા પડશે. આ બ્રોડબેન્ડ પ્લાનની સાથે Yupp TVનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળે છે.
આ પણ વાંચોઃ Jio ની મોટી જાહેરાત, 2 વર્ષ સુધી Free મળશે તમામ સેવાઓ અને ફોન
BSNL પોતાના ગ્રાહકોને 75 રૂપિયાના વાઉચર પ્લાનની સાથે ફ્રી 4G સક્ષણ સિમ કાર્ડ ઓફર કરી રહ્યું છે. આ તમિલનાડુ અને કેરલ ટેલિકોમ સર્કિલના બ્રોડબેન્ડ અને લેન્ડલાઇન ગ્રાહકોને આપવામાં આવી રહી છે. વેલિડિટીની વાત કરીએ તો આ માત્ર 31 માર્ચ, 2021 સુધી ઉપલબ્ધ છે.
BSNLનો 399 રૂપિયાવાળો બ્રોડબેન્ડ પ્લાનઃ આ બ્રોડબેન્ડ પ્લાનને 200GB CUL પણ કહેવામાં આવે છે. આ પ્લાનમાં યૂઝર્સને 200 જીબી ડેટા મળે છે. આ પ્લાનમાં ડેટા 10Mbpsની સ્પીડથી ચાલે છે. ડેટા લિમિટ પૂરી થયા બાદ ઇન્ટરનેટ 2mbps સુધીની સ્પીડથી ચાલે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube