BSNLનો ધમાકેદાર પ્લાન, 49 રૂપિયામાં 2GB ડેટા અને ફ્રી કોલિંગ
સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલે ખાનગી ઓપરેટરોને ટક્કર આપવા માટે આજે નવા પ્લાન લોન્ચ કર્યાં છે. આ કડીમાં કંપનીએ હવે 49 રૂપિયાનું નવું સ્પેશિયલ ટેરિફ વાઉચર (STV-49) લોન્ચ કર્યું છે.
નવી દિલ્હીઃ સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલે ખાનગી ઓપરેટરોને ટક્કર આપવા માટે આજે નવા પ્લાન લોન્ચ કર્યાં છે. આ કડીમાં કંપનીએ હવે 49 રૂપિયાનું નવું સ્પેશિયલ ટેરિફ વાઉચર (STV-49) લોન્ચ કર્યું છે. આ એસટીવીને કંપની 1 સપ્ટેમ્બરથી ઓફર કરી રહી છે. બીએસએનએલે આ એસટીવીને સીમિત સમય માટે લોન્ચ કર્યું છે. તો આવો વિગતવાર જાણીએ કંપનીના આ નવા ટેરિફ વાઉચરમાં શું બેનિફિટ મળી રહ્યાં છે.
STV-49 મા મળનાર બેનિફિટ
બીએસએનએલનું આ નવું સ્પેશિયલ ટેરિફ વાઉચર 2 જીબી ડેટાની સાથે આવે છે. પ્લાનની ખાસિયત છે કે તેમાં કંપની કોલિંગ માટે 100 ફ્રી મિનિટ પણ ઓફર કરી રહી છે. ફ્રી મિનિટ્સ પૂરી થયા બાદ પ્રતિ મિનિટ 45 પૈસાના દરથી ચાર્જ કરવામાં આવશે. 100 ફ્રી એસએમએસ ઓફર કરનાર આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. પ્લાનને એક્ટિવેટ કરવા માટે સેલ્ફકેયર કીવર્ડ 'STV COMBO 49' છે. આ પ્લાન કંપની 90 દિવસ સુધી ઓફર કરશે.
LG લોન્ચ કરશે રોટેટિંગ સ્માર્ટફોન Wing, આટલી હશે કિંમત
આ યૂઝરો માટે બેસ્ટ પ્લાન
બીએસએનએલ એકમાત્ર એવી કંપની છે જે આ પ્રકારનો કોઈ પ્લાન ઓફર કરી રહી છે. આ પ્લાન તે યૂઝરો માટે શાનદાર છે જેને ઓછા દિવસની વેલિડિટી વાળા પ્લાનમાં બેસ્ટ બેનિફિટ ઈચ્છે છે અને ભાવ પણ ઓછો હોય. સાથે આ પ્લાન બીએસએનએલ નંબરને એક્ટિવ રાખવા માટે પણ ખુબ સારો છે. પ્લાનની કિંમત પણ વધુ નથી અને ઇમરજન્સીમાં વધુ ડેટા કે કોલિંગની જરૂરીયાત પડવા પર તે કામ આવી શકે છે.
100 રૂપિયાથી ઓછા આ પ્લાનમાં 3 જીબી ડેટા
બીએસએનએલની પાસે આવા ઘણા પ્લાન છે, જે 100 રૂપિયાથી ઓછી કિંમતમાં આવે છે. 94 રૂપિયા અને 95 રૂપિયામાં આવનાર આવા બે પ્લાન છે જેને કંપનીએ જુલાઈમાં લોન્ચ કર્યાં હતા. 90 દિવસની વેલિડિટીની પાથે આવનાર આ પ્લાનને પ્રીપેઇડ વાઉચરની મદદથી એક્સટેન્ડ પણ કરી શકાય છે. બંન્ને પ્લાનમાં 3જીબી ડેટાની સાથે કોલિંગ માટે 100 ફ્રી મિનિટ્સ મળે છે.
વાંચો ટેક્નોલોજીના અન્ય સમાચાર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube