BSNL નો ધમાકો, હવે સિમકાર્ડ વગર જ કરો કોલ અને SMS, ભારતમાં શરૂ થઈ પ્રથમ Satellite to Device સર્વિસ
સરકારી ટેલિકોમ કંપની BSNL એ ભારતમાં Satellite to Device Service સર્વિસ લોન્ચ કરી દીધી છે. આવું કરનારી બીએસએનએલ પહેલી ટેલિકોમ કંપની બની છે.
સરકારી ટેલિકોમ કંપની BSNL એ ભારતમાં Satellite to Device Service સર્વિસ લોન્ચ કરી દીધી છે. આવું કરનારી બીએસએનએલ પહેલી ટેલિકોમ કંપની બની છે. હવે બીએસએનએલએ ફાલી તેને યૂઝર્સ માટે લોન્ચ કરી દીધી છે. BSNL D2D એઆ ટેક્નોલોજી માટે કેલિફોર્નિયાની કંપની Viasat સાથે પાર્ટનરશીપ કરી છે. આ નવી સર્વિસના લોન્ચિંગની જાણકારી દૂરસંચાર વિભાગે એક્સ પર પોસ્ટ કરીને આપી છે. અત્રે જણાવવાનું સેટેલાઈટ કેનેક્ટિવિટી કોઈ નવી ટેક્નોલોજી નથી. જાણો વધુ વિગતો...
શું છે આ BSNLની Satellite to Device Service સર્વિસ
BSNLની આ ખાસ સર્વિસ રિમોટ એરિયા તથા નેટવર્ક વગરની જગ્યાઓ પર નેટવર્ક પ્રોવાઈડ કરવાની છે. ખાસ કરીને પહાડી અને જંગલવાળા વિસ્તારોમાં આ સેવાનો યૂઝ કરાશે. આ સેવાને લોન્ચ કરતા ડીઓટીએ એક નાનો વીડિયો શેર કર્યો છે જેમાં સેટેલાઈટ-ટુ-ડીવાઈસ સર્વિસની ઝલક દેખાડવામાં આવી છે.
આ સેવા એવી સ્થિતિઓમાં બીએસએનએલ યૂઝર્સને મદદ કરશે જ્યાં સેલ્યુલર નેટવર્ક કે વાઈફાઈ કનેક્ટિવિટી ઉપલબ્ધ ન હોય. કોલિંગની સાથે યૂઝર્સ આ સેવા દ્વારા SOS એટલે કે ઈમરજન્સી મેસેજ પણ મોકલી શકે છે તથા યુપીઆઈ પેમેન્ટ કરી શકે છે. કંપનીએ એ સ્પષ્ટ નથી કર્યું કે શું આ સુવિધા સામાન્ય કોલ્સ અને SMS માટે ઉપલબ્ધ થશે કે નહીં. અત્રે જણાવવાનું કે પહેલા એપલ કંપનીએ iPhone 14 સિરીઝની સાથે આ ફીચરને માર્કેટમાં રજૂ કર્યું હતું. પરંતુ હવે આ સર્વિસ ભારતમાં ઉપલબ્ધ નથી.